Dang : ચોમાસામાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ અગવડ ટાળવા તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા

ગિરિમથક સાપુતારા ખાતે નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસરના આદેશ મુજબ જાહેર માર્ગ ઉપર ખોટી રીતે દબાણ કરી મૂકી રાખેલ લારીઓ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Dang : ચોમાસામાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ અગવડ ટાળવા તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા
encroachment removed in aputara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 2:20 PM

ચોમાસા દરમ્યાન ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધુ રહે છે. વનક્ષેત્ર ડાંગ(Dang) અને તેના હાર્દ સમાન ગિરિમથક સાપુતારાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. નયનરમ્ય દ્રશ્યોના દર્શન કરવા અને વાતાવરણને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ચોમાસા દરમ્યાન ઉમટે છે. ચોમાસામાં ઘણીવાર વાદળો ડુંગર સાથે સંતાકૂકડીની રમત રમતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. સહેલાણીઓની વધતી સંખ્યા ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉભી કરે છે. ખુલ્લા માર્ગ ઉપર કરાયેલા દબાણોના કારણે પ્રવાસન સ્થળે ટ્રાફિક સહિતની સમસ્યાઓ ન રહે તે માટે તંત્ર ધારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

ગિરિમથક સાપુતારા ખાતે નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસરના આદેશ મુજબ જાહેર માર્ગ ઉપર ખોટી રીતે દબાણ કરી મૂકી રાખેલ લારીઓ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રવાસન સ્થળ ઉપર જાહેર માર્ગ ઉપર સહેલાણીઓ ને નડતરરૂપ વધારાની લારી અને કેબીનો તેમજ વધારાના જાહેરાતના બોર્ડ પણ દૂર કરવામાં આવ્યા હતા. સાપુતારા ખાતે ઘણા સમયથી નવાગામ ના સ્થાનિક વેપારીઓની જગ્યા ઉપર બહારથી આવતા વ્યક્તિઓ દ્વારા લારી મૂકી ખોટી રીતે જગ્યા ઉપર કબ્જો જમાવવાના પ્રયાસ થતા હોવાનું વહીવટી અધિકારીને ધ્યાને આવતા સાપુતારા ખાતે શનિ રવિ તેમજ જાહેર રજાના દિવસો પુરતાં વેપાર કરવા માત્ર જગ્યા રોકવા માટે બંધ લારી અને કેબીનો મૂકી રાખવામાં આવતી હતી. જે કેબીનો અને લારી ને કારણે ગિરિમથક ની સુંદરતા અને સ્વચ્છતા ને અસર થતી હોય આવી જગ્યાએ સફાઈ કરવી જરૂરી સમજી સાપુતારા ને માણવા આવતા પ્રવાસીઓ ને કોઈ મુશ્કેલ ન પડે એ માટે અધિકારીના આદેશ મુજબ નોટિફાઇડ કચેરીના કર્મચારીઓએ સ્વાગત સર્કલ થી લઈને લેક્વ્યું હોટલ સુધી બંધ રહેલ તમામ લારી ઓ દૂર કરાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના બળ પ્રયોગ કે જબરદસ્તી ન કરી સમજવટથી સમસ્યા દૂર કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બે વર્ષ સુધી કોરોનાકાળના કારણે અહીંના પ્રવાસન ઉદ્યોગને માંથી અસરનો સામનો કરવો પડ્યો હતો. હવે સ્થિતિ સામાન્ય બનવા તરફ આગળ વધતા તંત્ર પણ આયોજન સામાન્ય અને સરળ રહે તેવા પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં ડાંગમાં સારો વરસાદ વરસ્યો છે જેના કારણે અહીં વાતાવરણ સુંદર બન્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">