Dang : અતિવૃષ્ટિ બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, સ્થિતિ સામાન્ય બનવા છતાં પર્યટકોમાં ભયનો માહોલ

સાપુતારા બાદ મહલ કેમ્પસાઇટ તેના મુખ્ય પ્રવાસન સ્થળોમાં પ્રખ્યાત છે. શબરીધામ અને પંપા સરોવરનું નામ આ જિલ્લાના અન્ય વિશેષ પ્રવાસન સ્થળોમાં આવે છે.

Dang : અતિવૃષ્ટિ બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, સ્થિતિ સામાન્ય બનવા છતાં પર્યટકોમાં ભયનો માહોલ
Decline in number of tourists in Dang
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 9:22 AM

તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે ડાંગ(Dang)ને ઘણું નુકસાન થયું છે. ચોમાસામાં આ પ્રવાસન સ્થળની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ખળખળ વહેતા ઝરણાં , વાદળો સાથે સંતાકૂકડી રમતા ડુંગરો , લીલી ચાદર ઓઢનાર પ્રકૃતિ અને ઘૂઘવતા ઝરણાઓને નિહાળવા ચોમાસા દરમ્યાન વનવિસ્તારની મુલાકાત લે છે. ચોમાસાના પ્રારંભે જ પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધોવાઈ ગયેલા રોડ રસ્તાનું તંત્રએ યુદ્ધના સ્તરે સમારકામ કરી નાખ્યું પણ ભારે વરસાદ દરમ્યાન સામે આવેલી તસ્વીરોએ ભય ફેલાવી દીધો છે.

ભારે વરસાદ દરમ્યાન રસ્તા ધોવાયા હતા

તાજેતરના સમયમાં ત્રણ-ચાર દિવસ ડાંગમાં ભારે વરસાદ ખાબક્યો હતો. અતિભારે વરસાદના કારણે રસ્તા બિસમાર બનવા સાથે ધોવાણના દ્રશ્યો સર્જાયા હતા. બે દિવસ સુધી ગિરિમથક સાપુતારાનો ગુજરાત સાથે સંપર્ક પણ તૂટ્યો હતો. ઘણી જગ્યાએ જમીન ધસી પાડવાના બનાવ બન્યા હતા. અતિવૃષ્ટિના કારણે જિલ્લાભરમાં ડુંગર ઉપરથી ભેખડો ધસી પડી હતી તો કોઝવે ઉપર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા હતા.

ટુરીઝમ ઉદ્યોગને ફટકો

ચોમાસામાં અહીંનું આકર્ષણ એવા ટુરીઝમને ભારે ફટકો પડ્યો છે. ગુજરાત તરફથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સાપુતારા સાથે બીર શબરીધામ, ગિરમાળ, મહાલ, ડોન વગેરે સ્થળોએ પણ પ્રવાસીઓ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. અતિભારે વરસાદના કારણે રસ્તા બિસમાર બન્યા હતા. જોકે હવે મોટાભાગના રસ્તાઓનું સમારકામ પૂર્ણ થયું છે અને વાહનવ્યવહાર રાબેતામુજબ ચાલી રહ્યો છે. સાપુતારા ઘાટમાર્ગમાં પણ ભારે વાહનો સિવાય વાહનો સરલાથી અવર-જ્વર કરી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ડાંગના મુખ્ય આકર્ષ

સાપુતારા બાદ મહલ કેમ્પસાઇટ તેના મુખ્ય પ્રવાસન સ્થળોમાં પ્રખ્યાત છે. શબરીધામ અને પંપા સરોવરનું નામ આ જિલ્લાના અન્ય વિશેષ પ્રવાસન સ્થળોમાં આવે છે. એવું કહેવાય છે કે અહીં શ્રી રામ તેમના વનવાસ દરમિયાન શબરીને મળ્યા હતા. આ સ્થળ ડાંગ જિલ્લાના સુબીરમાં આવેલું છે. આ જિલ્લામાં આવેલો ગીરાધોડ ધોધ ખૂબ પ્રખ્યાત છે. તેની ઊંચાઈ લગભગ 200-250 ફૂટ છે ડાંગ જિલ્લાનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાપુતારા હિલ સ્ટેશન છે.

ડાંગ એ ગુજરાત રાજ્યનો વનવિસ્તાર સ્થિત જિલ્લો છે. તેનું વહીવટી મુખ્ય મથક આહવા છે. આ જિલ્લાનો વિસ્તાર 1,766 ચોરસ કિલોમીટર છે. ડાંગ ગુજરાત રાજ્યનો એક નાનો જિલ્લો છે જેમાં માત્ર 1 વિધાનસભા મતવિસ્તાર છે. 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ડાંગ જિલ્લાની વસ્તી 2 લાખથી વધુ છે. આ જિલ્લાની 75.16 ટકા વસ્તી સાક્ષર છે. આ જિલ્લો પશ્ચિમ ઘાટની ઉત્તર દિશામાં આવેલો છે. તે ઉત્તર અને પશ્ચિમમાં તાપી, નવસારી, વલસાડ અને દક્ષિણ અને પૂર્વમાં નંદુરબાર અને નાશિક જિલ્લાઓનો પાડોશી છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">