ડાંગ : આદિવાસી વિસ્તારમાં સરકારી સુવિધાઓનો વ્યાપ વધશે, 32.65 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
ડાંગ : રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાના આદિજાતી વિકાસ વિભાગની વઘઈ અને સાપુતારા આદર્શ નિવાસી શાળાની વિવિધ બિલ્ડીંગ માટેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડાંગ : રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાના આદિજાતી વિકાસ વિભાગની વઘઈ અને સાપુતારા આદર્શ નિવાસી શાળાની વિવિધ બિલ્ડીંગ માટેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રંસગે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, આજે ડાંગ જિલ્લામાં કુલ 70 કરોડ જેટલાં વિવિધ વિકાસનાકામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના નેતૃત્વમા આજે આદિવાસીઓનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ડાંગ જિલ્લો આજે વિકસિત જિલ્લો બની રહ્યો છે. આદિવાસીઓના વિકાસ માટે આદિજાતિ વિભાગની યોજનાઓનો લાભ લેવા મંત્રી કુંવરજીભાઈ હળપતીએ લોકોને અનુરોધ કર્યો હતો. વિકસિત ભારત યાત્રા દરમિયાન છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડી છે. આ સાથે જ વિવિધ યોજનાઓથી લોકોને લાભાવિન્તં કર્યા છે. આદિજાતિ વિસ્તારમાં કરોડોના ખર્ચે વિકાસકીય કામો કરીને, ભૂતકાળની પરિસ્થિતિમા બદલાવ કર્યો છે તેમ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ વધુમાં જણાવ્યું હતું.

આદિજાતિ વિકાસ વિભાગના વઘઈ અને સાપુતારા ખાતે નિર્માણ થનાર આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડીંગમા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહેશે. મકાન બાંધકામની કામગીરી ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે, તેમ વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.

વર્ષ 2009મા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કારણે ડાંગ જિલ્લાને વઘઈ અને સુબિર તાલુકાની ભેટ મળી હતી. આ કારણે આજે અહીં મામલતદાર કચેરી તેમજ અન્ય કચેરીઓના કારણે લોકોના કામો ઝડપથી થવા લાગ્યા છે તેમ નાયબ દંડકે ઉમેર્યું હતું. આ અવસરે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં મહાકાય ડેમો નહીં બને પરંતુ નદીનું વહેતું પાણી અટકાવવા માટે 82 કરોડના ખર્ચે નાના ડેમો બનાવવામા આવશે.છેવાડાના ડાંગ જિલ્લામાં અવિરત વિકાસ પ્રવાહ ચાલતો રહે તે માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વિકાસના કામોમાં ઝડપભેર મંજૂરી આપવામાં આવી રહી છે. જે બદલ જિલ્લા પ્રમુખ નિર્મળાબેન ગાઈને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના આદિજાતી વિકાસ વિભાગના નિર્માણ થનાર કામોમા વઘઇ ખાતે આદર્શ નિવાસી કુમાર શાળાનું મકાન, હોસ્ટેલ બિલ્ડીંગ તથા ડાયનીંગ હોલ અને સ્ટાફ ક્વાર્ટરનું બાંધકામ તેમજ સાપુતારા ખાતે આદર્શ નિવાસી કન્યા શાળા સંકુલમાં હોસ્ટેલ બિલ્ડીંગનું બાંધકામ લાખોના ખર્ચે કરવામાં આવશે. જેમા આદિજાતી વિસ્તારના કુલ 440 થી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને રહેવાની સગવડ સાથે લાભ મળશે. આ ઉપરાંત સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓને રહેવા માટે કુલ 22 આવાસોનો લાભ મળશે.
ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો