Dang : યુવાનોમાં રમતની પ્રતિભા ખીલવવા પર્વતમાળા વચ્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયું, જિલ્લામાં પહેલીવાર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાશે

સુબિર તાલુકામાં તૈયાર થયેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જિલ્લાની સૌપ્રથમ પ્રીમિયમ લીગ મેચ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ડાંગ અને તાપી જિલ્લાની કુલ ૧૧ ટીમોએ ભાગ લીધો છે.

Dang : યુવાનોમાં રમતની પ્રતિભા ખીલવવા પર્વતમાળા વચ્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયું, જિલ્લામાં પહેલીવાર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાશે
ડાંગમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 10:10 AM

હાલમાં ક્રિકેટની મૌસમ ચાલી રહી છે. IPL ના આગમન સાથે દેશમાં ક્રિકેટ માટેનો ક્રેઝ બેવડાયો છે. યુવાનોમાં સૌથી પ્રિય રમત ક્રિકેટ ગણાય છે. મોટા શહેરો સાથે નાના ગામોમાં પણ એક ક્રિકેટ ગ્રાઉન્ડ અવશ્ય જોવા મળે છે ત્યારે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા છેવાડાના ડાંગ(Dang) જિલ્લામાં રમત માટે સુવિધ વિકસાવવા યુવાનો માંગ કરી રહ્યા હતા. સ્થાનિકોની માંગ હતી કે ડાંગમાં પણ એક સારું ક્રિકેટ ગ્રાઉન્ડ હોય જેથી સ્થાનિક રમતવીરો પ્રતિભા ખીલવી શકે. યુવાનોની માંગ ને ધ્યાને લેતા અંતરિયાળ એવા ડાંગ અને તાપી જિલ્લા ને જોડતા સુબિર તાલુકાના બરડીપાડા ગામે પૂર્ણાં નદી કિનારે પર્વતમાળા વચ્ચે રમતવીરો માટે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે.

સુબિર તાલુકાના બરડિપાડા ખાતે રહેતા રાજુભાઇ ગામીતે આ મેદાન તૈયાર કરવાની જવાબદારી ઉપાડી હતી. આદિવાસીઓના ભગવાન એવા બિરસામુંડાના નામે સૌપ્રથમ ગ્રાઉન્ડ તૈયાર થતા આદિવાસી યુવાન માં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ ઉપરાંત આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આ ક્રિકેટ ગ્રાઉન્ડ જેનું નામ બિરસામુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે અંતરિયાળ વિસ્તારના યુવાનોમાં પણ ઘણી પ્રતિભા છુપાયેલી હોય છે પરંતુ યોગ્ય તકના અભાવે આ પ્રતિભા દુનિયા સમક્ષ લાવી શકાતી નથી. સુબિર તાલુકાના બરડીપાડા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવાની બાબતને યુવાનો માટે એક મહત્વની તક તરીકે જોવામાં આવી રહી છે. આ ઉપરાંત રમત યુવાનોની ફ્ટિનેસ જાળવી રાખવામાં મદદરૂપ બને છે. રમતમાં યોગદાન આપનાર યુવાનો વ્યસનોથી પણ દૂર રહેતા હોવાથી આવા પ્રયાસ પ્રસંશનીય માનવામાં આવી રહ્યા છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ડાંગ જિલ્લામાં પહેલીવાર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ નું આયોજન થયું

સુબિર તાલુકામાં તૈયાર થયેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જિલ્લાની સૌપ્રથમ પ્રીમિયમ લીગ મેચ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ડાંગ અને તાપી જિલ્લાની કુલ ૧૧ ટીમોએ ભાગ લીધો છે. ૧૪ દિવસ સુધો ચાલનારી આ ટૂર્નામેન્ટમાં ફાઇનલ માં વિજેતા ટિમ , રનર્સઅપ ટિમ અને ત્રીજા નંબરે આવનાર ટિમ માટે ટ્રોફી અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. ટુર્નામેન્ટ ના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા સાથે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત, ધારાસભ્ય વિજય પટેલ, તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">