ગુજરાતના આ સ્થળે તમને કાશ્મીરની સુંદરતાના દર્શન થશે, જાણો વનવિસ્તારમાં વિકસિત આ Picnic Spot વિશે

ડાંગ જીલ્લામાં અનેક પ્રવાસન સ્થળ આવેલ છે. આ તમામ સ્થળો સ્થાનિક રોજગારી માટે મોટી તક ઉપલબ્ધ થઇ છે જેમાં વન વિભાગ પણ લોકોને મદદરૂપ થાય છે. અહીં  સ્થાનિક મંડળીઓ બનાવી તેના માટે વિવિધ સ્થળોએ દુકાનો, પાર્કિંગ એરિયા બનાવી આપ્યા છે

ગુજરાતના આ સ્થળે તમને કાશ્મીરની સુંદરતાના દર્શન થશે, જાણો વનવિસ્તારમાં વિકસિત આ Picnic Spot વિશે
Mahal E co Tourism Dang
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 10:12 AM

શહેરના ઘોંઘાટ અને ભાગદોડવાળી જિંદગીથી દૂર ડાંગ(Dang) જિલ્લામાં મહાલ ઇકો ટુરીઝમ(Mahal E co Tourism Dang) વેકેશન દરમ્યાન આકર્ષણ જમાવી રહ્યું છે. ચોમાસાનો વરસાદી માહોલ હોય કે ઉનાળાની પાનખર ઋતુ, ઉત્તરડાંગ વન વિભાગમાં આવેલ આ સ્થળ બારે માસ પ્રાસીઓને મનપસંદ સ્થળ તરીકે જાણીતું છે. ઉંચા પર્વતો વચ્ચેથી વહેતી નદી, ખળખળ વહેતા ઝરણાં અને ઊંચા ઊંચા ઘટાદાર વ્રુક્ષોની વચ્ચે આવેલ ડાંગના આ ઇકો કેમ્પ સાઇટમાં સમય વિતાવવો અનેરો અનુભવ રહે છે. કુદરતી શાંત વાતાવરણમાં રહેવા માટે વનવિભાગે વુડન કોટેજ, કુટિર, ટેન્ટ હાઉસ, ટેન્ટ, ટ્વીન બંગલોઝ, ડોરમેટરી, સાથે ટ્રી હાઉસની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.  વન પરિભ્રમણના શોખીનો માટે  વનના પર્યાવરણને નજીકથી જાણવા અને માણવા માંગતા પર્યટકો માટે પર્યાવરણ શિબિર, બર્ડ વોચિંગ, બોટની ફેસ્ટ, સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, અને કેમ્પ ફાયર જેવી વ્યવસ્થા પણ વનવિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવી રહી છે.

Mahal E co Tourism Dang

વન વિસ્તારમાં પારંપરિક ભોજન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે .આદિવાસી ભોજન ડાંગી ડીશ તેમજ ગુજરાતી ભોજન સાથે વનમાં સમય વિતાવવાનો આનંદ બેવડાવી દે છે. રાજ્યમાં એક માત્ર ડાંગ એવો જીલ્લો છે જેનો દરેક ખૂણો પ્રકૃતિની અનમોલ ભેટ માનવામાં આવે  છે. ડાંગમાં ઉતરમાં મહાલના જંગલ, દક્ષિણમાં ગિરિમથક સાપુતારા, પશ્ચિમમાં વઘઈનો કીલાદ કેમ્પ સાઈટ, બોટેનીક્લ ગાર્ડન, વાંસદા નેશનલ પાર્ક અને ચોમાસામાં ગીરાધોધ જ્યારે પૂર્વ દિશામાં ખુબજ ઝડપથી વિકસતું ડોન હિલ સ્ટેશન અને માતા સબરી નું ધામ સબરીધામ મુખ્ય આકર્ષણ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ડાંગને જાણવા અને માણવા અહીંના જંગલો અને ડુંગરા ખૂંદવા પડશે અને જો તમારે શહેરના ભીડભાડવાળા માહોલથી દૂર શાંતિમય વાતાવરણમાં કુદરતની નિશ્રામાં સમય વિતાવવો હોય તો  મહાલ ઇકો ટુરીઝમ ખાતે કેમ્પ સાઈટ એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

પ્રવાસના શોખીનો ડાંગને ગુજરાતના કાશ્મીર સાથે સરખાવે છે. પર્યટકો તેમના પ્રવાસને યાદગાર બનાવે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે ડાંગ વન વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યું છે.

Mahal E co Tourism Dang

સ્થાનિક આદિવાસીઓ માટે પ્રવાસન રોજગારનું સાધન બન્યું

ડાંગ જીલ્લામાં અનેક પ્રવાસન સ્થળ આવેલ છે. આ તમામ સ્થળો સ્થાનિક રોજગારી માટે મોટી તક ઉપલબ્ધ થઇ છે જેમાં વન વિભાગ પણ લોકોને મદદરૂપ થાય છે. અહીં  સ્થાનિક મંડળીઓ બનાવી તેના માટે વિવિધ સ્થળોએ દુકાનો, પાર્કિંગ એરિયા બનાવી આપ્યા છે જેમાંથી તેઓ સારી કમાણી કરી રોજગાર મેળવે છે. ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી કરી પ્રવાસીઓને ખેત ઉત્પાદન વેચી  સારી આવક મેળવતા થયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">