Dang: કોટનની PPE કીટ પહેરીને ઈલાજ કરતા બોગસ ડોક્ટરો, લોકો પણ તંત્રને નથી આપી રહ્યા સહકાર

Dang: રાજ્યમાં કોરોનાએ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે, આરોગ્ય વિભાગ પણ આ સંક્રમણની ચેન તોડવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે લોકો આ કાર્યમાં સહાકાર આપે તે જરૂરી છે,

Dang: કોટનની PPE કીટ પહેરીને ઈલાજ કરતા બોગસ ડોક્ટરો, લોકો પણ તંત્રને નથી આપી રહ્યા સહકાર
પ્રતિકાત્મક તસવીર

Dang: રાજ્યમાં કોરોનાએ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે, આરોગ્ય વિભાગ પણ આ સંક્રમણની ચેન તોડવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે લોકો આ કાર્યમાં સહાકાર આપે તે જરૂરી છે, જોકે ડાંગ જિલ્લામાં લોકો વહીવટી તંત્રને સહકાર ન આપી મુસીબતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા લોકો સરકારના રસીકરણ અભિયાનથી દુર રહે છે, તબિયત બગડતા સરકારી દવાખાનામાં ન જઈ ખાનગી બોગસ ડોકટરોને ત્યાં પહોંચી જાય છે.

રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેરમાં સંક્રમણ ખૂબ ઓછું રહ્યું, જેને જોતા અત્યાર સુધી વહીવટી તંત્રને રાહત હતી. જો કે કોરોનાની બીજી લહેરમાં ડાંગ જિલ્લામાં પણ રોજેરોજ કોવિડ19ના કેસમાં વધારો જોવા મળતાં વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું છે. વહીવટી તંત્રની આ ચિંતાનું કારણ જિલ્લામાં ખાનગી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો છે, ડાંગના 311 ગામોમાં આશરે 80થી વધુ બોગસ ડીગ્રી ધરાવતા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરે છે.

બંગાળ, યુપી અને મહારાષ્ટ્રમાંથી આવતા આવા ડોક્ટરો ભાડાના કાચા મકાનમાં હોસ્પિટલ બનાવી લોકોની સારવાર કરતા જોવા મળે છે. અજ્ઞાનતાને કારણે ડાંગની પ્રજા પણ સરકારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આરોગ્ય કેન્દ્રમાં મફતમાં સારવાર ન કરાવતાં આવા ઝોલા છાપ ડોકરોને ત્યાં સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સરકારી ડોકટરોના કહેવા મુજબ સરકાર દ્વારા આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ માટે ચાલતા અભિયાન મુજબ આરોગ્ય કેન્દ્રમાં આવતા લોકોના રિપોર્ટ કરવાના હોય છે. જેનો આ સ્થાનિક લોકો વિરોધ કરે છે. જેઓ પોઝિટિવ રિપોર્ટ આવવાના ડરને કારણે આરોગ્ય કેન્દ્રમાં આવતા નથી અને આ પરિસ્થિતિનો લાભ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઉઠાવી રહ્યા છે.

આવા ડોકટરો પોતાની પાસે કોઈ સુવિધા ન હોય તેમ છતાં સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓ પાસે પૈસા પડાવવા આડેધડ ઈન્જેકશન આપે છે અને બાટલા ચઢાવી પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. પતરાના શેડમાં લાઈનબંધ સુતેલા દર્દીઓ, તૂટેલા ગંદા ખાટલા ઉપર કે ગરમીમાં ખુલ્લા આકાશમાં ઝાડ નીચે બાટલા ચઢાવેલા દર્દીઓ ડાંગ જિલ્લાના મોટા ભાગના ગામોમાં જોવા મળી રહ્યા છે.

સ્થાનિક યુવક યુવતીઓને નર્સ તરીકે કામ આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા અસંખ્ય ડોકટરોને કારણે ડાંગમાં રસીકરણ અભિયાન અટકી પડ્યું છે. જેમના કારણે આરોગ્ય કર્મીઓ લોકોના આર.ટી.પી.સી.આર. રિપોર્ટ પણ લઈ શકાતા નથી. કોરોનાથી બચવા કોટનના બ્લુ કલરના ગાઉનને પી.પી.ઈ. કીટ બનાવી બીમાર લોકોના ઈલાજ કરતા આવા ડોકટરો પોતાની જાતને તો છેતરી રહ્યા છે સાથે ગરીબ આદિવાસી લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે.

ડાંગ જિલ્લા કલકેટર અને ધારાસભ્યને આ બાબતની ફરિયાદ મળતાં તાત્કાલિક મિટિંગ બોલાવીને આવા ડોકટરોને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારીએ પગલાં લેવાના શરૂ કરી દીધા છે.

આ પણ વાંચો: Pune: ભયાનક કોરોના આખા કુટુંબને ભરખી ગયું, 15 દિવસમાં તમામ 5 સભ્યોનો લીધો ભોગ

  • Follow us on Facebook

Published On - 5:56 pm, Sat, 17 April 21

Click on your DTH Provider to Add TV9 Gujarati