Dandi March Gujarat LIVE: દેશના વધુમાં વધુ લોકો અમૃત મહોત્સવમાં ભાગ લે : વડાપ્રધાન મોદી, વાંચતા રહો Latest Update

| Updated on: Mar 12, 2021 | 1:17 PM

Dandi March in Gujarat Today LIVE: PM MODI આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો હતો.આ મહોત્સવ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા સુધી ચાલશે.

Dandi March Gujarat LIVE: દેશના વધુમાં વધુ લોકો અમૃત મહોત્સવમાં ભાગ લે : વડાપ્રધાન મોદી, વાંચતા રહો Latest Update

Dandi March in Gujarat Today LIVE: PM MODI આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો હતો.આ મહોત્સવ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા સુધી ચાલશે. વડાપ્રધાન મોદીએ તેના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું આ શુભ પ્રસંગે બાપુના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. હું દેશની આઝાદીની લડતમાં પોતાને માટે હાકલ કરનાર તમામ મહાન હસ્તીઓનાં ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું.

આ સાથે જ જણાવ્યું હતું કે, આ ઉત્સવના પાંચ સ્તંભો પર ભાર મૂકાયો હતો, જેમાં ફ્રીડમ સ્ટ્રગલ-એક્શન-આઇડિયા જેવા કોલમ સામેલ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકો વધુમાં વધુ અમૃત મહોત્સવમાં ભાગ લે. આઝાદી થી જોડાયેલા વિવિધ કાર્યક્રમ સ્કૂલ કોલેજ કરે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Mar 2021 01:03 PM (IST)

    Dandi March Gujarat LIVE: વડાપ્રધાન મોદી એરપોર્ટ પહોંચ્યા

    PM Modi LIVE: વડાપ્રધાન મોદીએ અમૃત મહોત્સવને લીલી ઝંડી આપ્યા બાદ  દિલ્લી જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.

  • 12 Mar 2021 12:43 PM (IST)

    Dandi March Gujarat LIVE: વડાપ્રધાન મોદીએ દાંડી યાત્રાને આપી લીલી ઝંડી

    PM Modi LIVE: વડાપ્રધાન મોદીએ દાંડી યાત્રાને લીલી ઝંડી આપી છે. આ દાંડી યાત્રાનો 6 એપ્રિલના રોજ દાંડીમાં પૂર્ણ કરવામાં આવશે.

  • 12 Mar 2021 12:39 PM (IST)

    Dandi March Gujarat LIVE: લોકો વધુમાં વધુ અમૃત મહોત્સવમાં ભાગ લે: પીએમ મોદી

    PM Modi LIVE: વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકો વધુમાં વધુ અમૃત મહોત્સવમાં ભાગ લે. આઝાદી થી જોડાયેલા વિવિધ કાર્યક્રમ સ્કૂલ કોલેજ કરે. એવી 75 ઘટના આઝાદી સમયની શોધે. ફાયનાન્સના વિદ્યાર્થીઓ પેંટિંગ બનાવે. કલાકારો નાટક બનાવે. લોના વિદ્યાર્થીઓ કાયદાકીય મુદ્દાઓ શોધે. 15 ઓગસ્ટ સુધી આ કામ પૂરું કરવામાં શાળા અને કોલેજને અનુરોધ કરવામાં આવ્યો છે. કલા જગત ને પણ કર્યો અનુરોધ. કેટલીક સારી વાર્તા આઝાદી ના ઇતિહાસ પર છે એને શોધો લખો. જો દરેક ભારત વાસી દેશમાં એક કદમ આગળ વધશે તો દેશ 130 કરોડ કદમ આગળ વધી જશે.

  • 12 Mar 2021 12:34 PM (IST)

    Dandi March Gujarat LIVE: ભારતની વેક્સીનનો દુનિયાભરમાં ડંકો: પીએમ મોદી

    PM Modi LIVE:  ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતની કોરોના વેક્સીનનો  દુનિયનભરનો ડંકો છું.  આ સાથે જ જણાવ્યું હતું કે, ભારત આત્મનિર્ભર બની વેકસીન બનાવી છે. અમે આ વેકસીન પાડોશી દેશોને પણ આપી છે.  અમે કોઈ ને દુઃખ નથી આપ્યું પણ બીજા ના દુઃખ દૂર કરવામાં મદદ રૂપ થયા છીએ.આ જ નવા ભારત છે.વેક્સિન નિર્માણમાં ભારતની આત્મનિર્ભરનો દુનિયાને લાભ મળે છે.સવુધૈવ કુટુંબકમ નો લાભ આપીએ છીએ. દુનિયાના દેશો ભારતને ધન્યવાદ કરે છે.

  • 12 Mar 2021 12:23 PM (IST)

    PM Modi LIVE: અનેક ચળવળથી લોકો હજુ પણ અજાણ : વડાપ્રધાન મોદી

    PM Modi LIVE:  વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,  દીલ્હી ચલોનો  નારો  આજે પણ  દેશ ભૂલી ન શકે. દરેક ચળવળ આપણને પ્રેરણા આપે છે. ઘણી ચળવળોને મળવું જોઈએ એટલું મહત્વ મળ્યું નથી.  અનેક ચળવળથી લોકો હજુ પણ અજાણ  છે.  આ સાથે જ જણાવ્યું હતું કે,  સપનાને પૂર્ણ કરવાનો સમય છે.

  • 12 Mar 2021 12:19 PM (IST)

    PM Modi LIVE: આપણા દેશમાં નમક એટલે ઈમાનદારી: વડાપ્રધાન મોદી

    PM Modi LIVE: વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં નમક એટલે ઈમાનદારી કહેવામાં આવે છે. મીઠુંએ આત્મનિર્ભરતાનું પ્રતીક છે. અંગ્રેજોએ આત્મનિર્ભરતા પર ઘાત કર્યો હતો. દરેક ચળવળથી આપણને એક પ્રેરણા મળી છે. અંગ્રેજો ભારત છોડોના ઘોષને ભૂલી નહીં શકે.

  • 12 Mar 2021 12:14 PM (IST)

    PM Modi LIVE: આઝાદ ભારતના ઐતિહાસિક કાળ ખંડના સાક્ષી બની રહ્યા છીએ : વડાપ્રધાન મોદી

    PM Modi LIVE: વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણે ઐતિહાસિક કાળ ખંડના સાક્ષી બની રહ્યા છીએ. આજે દાંડી યાત્રાની વર્ષગાંઠ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ. આઝાદીનો અમૃત મહોત્સ્વ ઓગસ્ટ 2023 સુધી ચાલશે. આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને હું નમન કરું છું. આ પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુનઃનિર્માણની એક એક ઈંટ રાખી. હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું.

  • 12 Mar 2021 12:06 PM (IST)

    PM Modi LIVE Today: અમૃત મહોત્સવ પહેલા થઇ અમૃત વર્ષા: પીએમ મોદી

    PM Modi LIVE Today: વડાપ્રધાન મોદીએ  સંબોધનની શરૂઆત કરી છે.  વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું આજે સવારે દિલ્હીથી નીકળ્યો ત્યારે એક સારો સંયોગ બન્યો હતો. આજે દિલ્હીમાં વરસાદ હતો. આજે દાંડી યાત્રાની વર્ષગાંઠ છે. આજે આપણે ઇતિહાસનો હીંસ્સો પણ બની રહ્યા છીએ અને ઇતિહાસ બનતા પણ જોઈ રહ્યા છીએ. 15 ઔગસ્ટ 2023 સુધી આ અમૃત મહોત્સવ ચાલશે. આજે એક રાષ્ટ્ર ના રૂપે ભારત માટે અવો જ પવિત્ર અવસર છે. દેશ માં અનેક સ્થાનો પર એક સાથે અમૃત મહોત્સવની શરૂઆત થઈ છે. દેશના સ્વતંત્ર સંગ્રામ માં આહુતી આપનારને નમન કરું છું.

  • 12 Mar 2021 12:03 PM (IST)

    PM Modi LIVE Today: વડાપ્રધાન મોદીનું સંબોધન શરૂ

    PM Modi LIVE Today: વડાપ્રધાન મોદીનું સંબોધન શરૂ થયું છે.

  • 12 Mar 2021 11:55 AM (IST)

    PM Modi LIVE Today: સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત ગૌરવપૂર્ણ: મુખ્યમંત્રી

    PM Modi LIVE Today:  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત ગૌરવપૂર્ણ છે.  સમગ્ર દેશની નજર ગુજરાત પર છે. આઝાદીની લડતની શરૂઆત મહાત્મા ગાંધી અને સરદાર પટેલે કરી હતી. આજે એજ ધરતી પર આઝાદીની ઉજવણી થઇ રહીછે. ​​​​​​​ગુજરાતની ભૂમિના સપૂત પ્રધાનમંત્રી માર્ગદર્શન આપવા આવ્યા છે.

  • 12 Mar 2021 11:37 AM (IST)

    PM Modi LIVE Today: આઝાદીના અમૃત મહોત્સવ વેબસાઈટનું વડાપ્રધાન મોદીએ કર્યું લોન્ચિંગ

    PM Modi LIVE Today: આઝાદીના અમૃત મહોત્સવ વેબસાઈટનું વડાપ્રધાન મોદીએ લોન્ચિંગ  કર્યું છે.

  • 12 Mar 2021 11:29 AM (IST)

    PM Modi LIVE Today: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત

    PM Modi LIVE Today: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂઆત કરવામાં આવી છે. થોડી વારમાં વડાપ્રધાન મોદી સંબોધન કરશે.

  • 12 Mar 2021 11:22 AM (IST)

    PM Modi LIVE Today: થોડીવારમાં નરેન્દ્ર મોદી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે

    PM Modi LIVE Today: થોડીવારમાં વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે.

  • 12 Mar 2021 11:13 AM (IST)

    PM Modi LIVE Today: નરેન્દ્ર મોદીએ વિઝીટર બુકમાં લખ્યો સંદેશો

    PM Modi LIVE Today: નરેન્દ્ર મોદીએ  ગાંધી આશ્રમની વિઝીટર બુકમાં સંદેશો  લખ્યો હતો.

  • 12 Mar 2021 11:05 AM (IST)

    PM Modi LIVE Today: વડાપ્રધાન મોદી પ્રદર્શન નિહાળી રહ્યા

    PM Modi LIVE Today: વડાપ્રધાન મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા હતા. હાલ પ્રદર્શન નિહાળી રહ્યા છે.

  • 12 Mar 2021 10:42 AM (IST)

    PM Modi LIVE Today: વડાપ્રધાન મોદી પહોચ્યા ગાંધી આશ્રમ, સુત્તરની આંટી ગાંધીજીને અર્પણ કરી

    PM Modi LIVE Today: 75માં અમત મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન મોદી આજે ગાંધી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવવા જઈ રહ્યા છે તે પહેલા તેમણે ગાંધીજીને સુત્તરની આંટી પહેરાવીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

  • 12 Mar 2021 10:31 AM (IST)

    PM Modi LIVE Today: હીરા બા નાં ઘરે પહોચી મેડિકલ ટીમ, ગઈકાલે જ રસી લીધી હોવાથી તપાસ, આરોગ્ય નોર્મલ

    PM Modi LIVE Today: હીરાબાના આરોગ્યની તપાસ માટે પહોંચી મેડિકલ ટિમ, ગત રોજ રસી લીધી હોવાથી ટિમ તપાસ માટે મોકલાઈ, તપાસમાં તમામ વસ્તુ નોર્મલ આવી હોવાની વાત. રસી લીધા બાદ તેઓને કોઈ અસર નથી ને તે તમામ બાબતોની રખાઈ રહ્યું છે ધ્યાન. વડાપ્રધાન મોદીનાં આગમન સાથે આરોગ્ય વિભાગ પણ એકદમ સક્રિય.

    ગાંધીનગર. હીરાબાના આરોગ્યની તપાસ માટે પહોંચી મેડિકલ ટિમ ગત રોજ રસી લીધી હોવાથી ટિમ તપાસ માટે મોકલાઈ પલ્સ. તાપમાન સહિતની ચકાસણી કરવામાં આવી તપાસમાં તમામ વસ્તુ નોર્મલ આવી હોવાની વાત રસી લીધા બાદ તેઓને કોઈ અસર નથી ને તે તમામ બાબતોની રખાઈ રહ્યું છે ધ્યાન

    હીરાબાના આરોગ્યની તપાસ માટે પહોંચી મેડિકલ ટિમ, ગત રોજ રસી લીધી હોવાથી ટિમ તપાસ માટે મોકલાઈ

  • 12 Mar 2021 10:12 AM (IST)

    PM Modi LIVE Today: વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિત પદાધિકારીઓ હાજર

    PM Modi LIVE Today: વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન. મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિત પદાધિકારી ઉપસ્થિત

  • 12 Mar 2021 10:09 AM (IST)

    PM Modi LIVE Today: અમદાવાદની મુલાકાત સાથે વડાપ્રધાન મોદી માતા હીરા બાની મુલાકાત લે તેવી શક્યતા

    PM Modi LIVE Today: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે અને તેઓ પ્રતિકાત્મક દાંડી યાત્રાની શરૂઆત કરાવવાના છે. ત્યારે અમદાવાદની મુલાકાતને આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબાની મુલાકાતની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જે શક્યતાઓ સાથે ગાંધીનગર હીરાબાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાર્યક્રમ પહેલા અથવા બાદમાં મુલાકાત લે તેવી શકયતાને લઈ ગોઠવાયો બંદોબસ્ત.

  • 12 Mar 2021 10:03 AM (IST)

    PM Modi LIVE Today: અમદાવાદ પહોચતા પૂર્વે વડાપ્રધાન મોદીનું Tweet, કહ્યું કે માર્ચ મહિનો ભારતીયોની આત્મનિર્ભરતા માટે મહત્વતા પ્રદાન કરનારો

    PM Modi LIVE Today: વડાપ્રધાન મોદી અમદાવાદ પહોતે તે પહેલા તેમણે જ ફરી એકવાર આત્મનિર્ભરતા, વોકલ ફોર લોકલનો અવાજ બુલંદ કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે માર્ચ મહિવો ભારતીયો માટે આત્મનિર્ભરતા, ગૌરવ અને આત્મસન્માન અપાવનારો. વોકલ ફોર લોકલ એ જ બાપુને આજનાં દિવસની સાચી શ્રધ્ધાંજલી

    Today’s Amrit Mahotsav programme begins from Sabarmati Ashram, from where Dandi March began. The March had a key role in furthering a spirit of pride and Aatmanirbharta among India’s people. Going 'Vocal For Local' is a wonderful tribute to Bapu & our great freedom fighters: PM

  • 12 Mar 2021 09:58 AM (IST)

    PM Modi LIVE Today: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એરપોર્ટ પહોંચ્યા, ટૂંક સમયમાં વડાપ્રધાન મોદીનું થશે આગમન

    PM Modi LIVE Today: વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, કલેકટર સંદીપ સંગલે, મેયર કિરીટ પરમાર, ડીજીપી આશિષ ભાટિયા, પોલીસ કમિશ્નર કરશે સ્વાગત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એરપોર્ટ પહોંચ્યા

Published On - Mar 12,2021 1:06 PM

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">