VIDEO: જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું ડાકોર, ફાગણી પૂનમને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જય રણછોડ માખણચોરના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. હોળીના દિવસે રણછોડ રાયજીના દર્શન કરવા પગપાળા આવેલા ભક્તોએ રાત્રે મંદિર બહાર જ રોકાણ કર્યું હતું. આ સમયે શ્રી કૃષ્ણના ભજનોની રમઝટે માહોલ ભક્તિમય બનાવ્યો હતો. વહેલી સવારે દ્વાર ખુલતા જ ભક્તો પ્રભુના દર્શન માટે અધીરા બન્યા અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં મંગળા […]

VIDEO: જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું ડાકોર, ફાગણી પૂનમને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
TV9 Webdesk11

| Edited By: Pinak Shukla

Oct 05, 2020 | 2:10 PM

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જય રણછોડ માખણચોરના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. હોળીના દિવસે રણછોડ રાયજીના દર્શન કરવા પગપાળા આવેલા ભક્તોએ રાત્રે મંદિર બહાર જ રોકાણ કર્યું હતું. આ સમયે શ્રી કૃષ્ણના ભજનોની રમઝટે માહોલ ભક્તિમય બનાવ્યો હતો. વહેલી સવારે દ્વાર ખુલતા જ ભક્તો પ્રભુના દર્શન માટે અધીરા બન્યા અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં મંગળા આરતીમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે મુસાફરી કરવી યોગ્ય નથી

ડાકોર મંદિર અને વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓને અગવડ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડાકોરમાં પ્રવેશ બાદ મંદિર સુધી પહોંચવામાં પદયાત્રિકોની ભીડ ન થાય તે માટે રાધા કુંડ, બોડાણા સ્ટેચ્યુથી થોડા-થોડા અંતરે આડબંધ બનાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ દર્શન બાદ ઘરે પરત ફરવા એસટી ડેપોમાંથી વિવિધ રૂટની 100થી વધુ બસોની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોળી-ધૂળેટીના પર્વે લાખો ભક્તો રણછોડરાયજીના દર્શન કરશે. પ્રભુ સાથે ધૂળેટી રમ્યાનો આનંદ માણીને ભક્તજનો ધન્યતા અનુભવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાકોરના મેળાને લઈ પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોમગાર્ડ, એસઆરપીની કંપની સાથે હજારો પોલીસ જવાનો અને અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાસ મેડિકલ કેમ્પ બનાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati