PM Modi Gujarat Visit : પીએમ મોદીએ વિવિધ સરકારી યોજનાઓના આદિવાસી લાભાર્થીઓ સાથે સંવાદ યોજ્યો

દાહોદમાં સરકારી યોજનાઓનો લાભ મેળવનારા લોકોએ ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીને(PM Modi) કહ્યું કે પહેલા આવી ઘણી યોજનાઓ કાગળ પર જ રહેતી હતી પરંતુ હવે ખરેખર જરૂરિયાતમંદોને તેનો લાભ મળી રહ્યો છે.PM મોદીએ આશાસ્પદ ડૉક્ટરોને ઓછામાં ઓછા 15 દિવસ ગામડાઓમાં સેવા આપવા અપીલ કરી.

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ વિવિધ સરકારી યોજનાઓના આદિવાસી લાભાર્થીઓ સાથે સંવાદ યોજ્યો
PM Modi interacts with tribal beneficiaries
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 10:21 PM

ગુજરાતમાં (Gujarat) ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ (PM Modi) બુધવારે દાહોદમાં વિવિધ સરકારી યોજનાઓના આદિવાસી લાભાર્થીઓ (Tribal Beneficiary) સાથે સંવાદ કર્યો હતો. જેમાં લાભાર્થીઓએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, આયુષ્માન યોજના, પીએમ ગરીબ કલ્યાણ યોજના, પીએમ આવાસ યોજના, પીએમ કિસાન યોજના સહિત ઘણી સરકારી યોજનાઓની પ્રશંસા કરી અને લાભદાયી હોવાનું પીએમ મોદીને જણાવ્યું હતું.આ ઉપરાંત મેડિકલ વિદ્યાર્થીઓએ પીએમને જણાવ્યું કે કેવી રીતે શિષ્યવૃત્તિએ તેઓને ડૉક્ટર બનવાના સપના પૂરા કરવા સક્ષમ બનાવ્યા છે.તેઓએ કુદરતી ખેતી અને ઓર્ગેનિક ખેતીના ફાયદાઓ વિશે પણ વાત કરી અને તે કેવી રીતે તેમની આવકમાં વધારો કરે છે તે પણ જણાવ્યું છે. તેઓએ સરકારી પહેલની પ્રશંસા કરી જે સ્વ-રોજગારને વેગ આપી રહી છે. જે ખાસ કરીને ગામડાઓમાં યુવાનો માટે મદદરૂપ બની છે. તેમજ આ વાર્તાલાપમાં એક દિવ્યાંગ પતિ-પત્નીએ સરકારી પહેલોથી થતા ફાયદા વિશે વાત કરી જેનાથી તેઓ આત્મનિર્ભર બન્યા છે.

સરકારી યોજનાઓનો લાભ મેળવનારા લોકોએ ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીને કહ્યું કે પહેલા આવી ઘણી યોજનાઓ કાગળ પર જ રહેતી હતી પરંતુ હવે ખરેખર જરૂરિયાતમંદોને તેનો લાભ મળી રહ્યો છે.PM મોદીએ આશાસ્પદ ડૉક્ટરોને ઓછામાં ઓછા 15 દિવસ ગામડાઓમાં સેવા આપવા અપીલ કરી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ ઉપરાંત દાહોદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતના આદિવાસી બેલ્ટમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, સિંચાઇ જેવી પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન બનાવ્યા બાદ હવે આ વિસ્તારને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવી રહ્યો છે. દાહોદ જેવા વિસ્તારમાં રૂ. 20 હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દાહોદ મેઇક ઇન ઇન્ડિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ગુલામીકાળ ખંડના લોકોમેટિવ સ્ટીમ એન્જીનના કારખાનાને હવે રૂ. 20 હજાર કરોડના ખર્ચથી આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. અહીં 9 હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રીક લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવવામાં આવશે. જે મેઇક ઇન ઇન્ડિયાને ગતિ આપવાની સાથે દુનિયાના દેશોની ઇલેક્ટ્રીક રેલ્વે એન્જીનની માંગ પૂરી કરવામાં દાહોદ મહત્વની ભૂમિકા અદા કરશે.

આ પણ વાંચો :  Ahmedabad: હાઉસિંગ સ્કીમના નામે છેતરપિંડી, પ્લોટ ધારકોના નામે કરોડો રૂપિયાની લોન લેનારા ચારની ધરપકડ

આ પણ વાંચો :  Jamnagar : ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો, કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">