Dahod: પરિવારની ચિંતા કર્યા વગર સતત કોરોનાના દર્દીઓની સારવાર કરે છે આ કોરોના વોરિયર

Dahod: કોરોના કાળમાં પરિવારની ચિતા કર્યા વગર આજે પણ ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવે છે કોરાના વોરિયર્સ..14 માસથી કોરોના વોર્ડમાં કામ કરતી આ નર્સો થાકતી નથી.

Charmi Katira
| Edited By: | Updated on: May 14, 2021 | 2:19 PM

Dahod: કોરોના કાળમાં પરિવારની ચિતા કર્યા વગર આજે પણ ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવે છે કોરાના વોરિયર્સ..14 માસથી કોરોના વોર્ડમાં કામ કરતી આ નર્સો થાકતી નથી હારતી પણ નથી. હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં નર્સનું કપરૂ કામ કરતી રીમા કપૂર, ઉર્વશી ખપેડ અને બે યુવાનો દર્દીઓમાં આત્મવિશ્વાસના પ્રાણવાયુ પૂરવાનું કામ કરે છે.

બહાર સૂરજની 44 ડિગ્રી તાપ વરસાવી રહ્યા હોય અને હોસ્પિટલમાં પીપીઇ કિટ પહેરી કોરોના પીડિત દર્દીઓની સારવાર કરવી એ કોઇ નાનીસૂની વાત નથી. કોરોનાકાળમાં આવા અનેક પ્રથમ હરોળના આરોગ્યસેનાનીઓ પોતાની ચિંતા કર્યા વિના દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવા જ કોરાના વોરિયર્સ દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના રીમા કપૂર, ઉર્વશી ખપેડ અને બે યુવાનો તેનું કામ ફ્લોરેન્સ નાઇટીન્ગલથી કમ નથી.

રીમા કપૂર છેલ્લા 14 માસથી આઇસીયુ વોર્ડમાં કામ કરે છે. જ્યારે ઉર્વશી ખપેડ છેલ્લા છ માસથી કોરાના વોર્ડમાં કામ કરે છે. જ્યારે બે યુવાનો છેલ્લા એક વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. દરેક શ્વાસ માટે તડપતા કોરોનાના દર્દીઓમાં આત્મવિશ્વાસનો પ્રાણવાયુ પૂરવાનું કામ કરે છે. તેમની વાત જાણ્યા પછી એટલો ખ્યાલ ચોક્કસ આવશે કે કોરોના વોર્ડમાં દર્દીઓને સારવાર કરવામાં પરિચારિકાઓ કેવી રીતે દિવસ-રાત મહેનત કરે છે.

ઝાયડ્સના તમામ સ્ટાફમાં સૌથી પહેલા રીમા કોરોના વાયરસથી સંક્રમિત થઇ. ગત 12 જુલાઇ-2020ના એ તે સંક્રમિત થઇ અને બાદમાં ૧૪ જુલાઇના તેમના સાસુ, સસરા અને કાકાજી પણ સંક્રમિત થયા. થોડા સમયમાં રીમા ફરી સ્વસ્થ થઇ ગઇને કોઇ પણ જાતનો ડર રાખ્યા વિના ફરી કોરોના વોર્ડમાં કામે લાગી ગઇ છે.જ્યારે ઉર્વશીના સબંધી કોરોના સંક્રમિત થયેલ તેમજ સુરેન્દ્ર આચાર્ય પોતે પોઝિટિવ થયા બાદ પોતાની 6 માસની પુત્રી પોઝિટિવ આવી તેમ છતાં ફરજ ઉપર હાજર રહ્યા હતા અને દર્દીઓની સેવા કરી રહ્યા છે.

કોરોનાથી સંક્રમિત દર્દી ગંભીર બને તે પછી વિશેષ સારવાર માટે આઇસીયુ વોર્ડમાં લાવવામાં આવે છે. આવા દર્દીઓની વિશેષ ખાવાની જરૂરત રહે છે. તેમને સમયસર દવા ઉપરાંત, ભોજન તથા પીવાના પાણી આપવામાં ચોક્કસાઇ રાખવી પડે છે. આ તમામ વસ્તુઓ કોરોના વોરિયર્સ બખૂબી કરે છે. કોઇ પણ હિચકિચાટ વિના, ફરજમાં સેવાભાવના ઉમેરીને દર્દીની સેવા કરે છે. તે કહે છે, કોરોનાના કારણે મારા વોર્ડમાં કોઇ પોતાના અંતિમ શ્વાસ લે ત્યારે ખૂબ જ દુઃખ થતુ હોય છે. કોઇને ના બચાવી શક્યાનો અફસોસ પણ થાય છે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">