DAHOD : વન નેશન-વન રેશનકાર્ડ યોજનાથી દાહોદ સહીતના આદિવાસી વસ્તીવાળા જિલ્લાઓના 35,000 પરિવારોને ફાયદો થયો

One Nation-One Ration Card Scheme : પ્રવાસી શ્રમિકો પોતાનું અનાજ સાથે લઇ જતા હતા. પણ હવે મોટા શહેરોની કોઇ પણ રાશનની દુકાન પરથી રાશન મેળવી શકે છે.

DAHOD : વન નેશન-વન રેશનકાર્ડ યોજનાથી દાહોદ સહીતના આદિવાસી વસ્તીવાળા જિલ્લાઓના  35,000 પરિવારોને ફાયદો થયો
DAHOD: One Nation-One Ration Card Scheme benefit 35,000 families in tribal populated districts including Dahod
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 8:42 AM

DAHOD : ગુજરાતમાં બીજા રાજ્યના બે હજાર કરતા વધુ પરિવારો માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશનકાર્ડ પણ એટીએમ જેવું બની ગયું છે. વન નેશન-વન રાશનકાર્ડ (One Nation-One Ration Card)ની યોજનાના અમલ બાદ એટીએમ જેવું કામ કરવા લાગેલા રાશનકાર્ડને પરિણામે કાર્ડધારકને તેમની નજીકની કોઇ પણ સસ્તા અનાજની દૂકાનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશન મળવા લાગતા વિશેષ સુવિધા ઉભી થઇ છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત પ્રતિ માસ 35 હજાર કરતા વધારે પરિવારોને તેમના જિલ્લા સિવાયના બીજા જિલ્લાઓમાંથી રાશન મળી રહ્યું છે. ખાસ કરીને દાહોદ સહિતના આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાઓના પ્રવાસી શ્રમિકોને આ યોજનાથી ફાયદો થયો છે.

આદિવાસી વસ્તીવાળા જિલ્લાઓના 35,000 પરિવારોને ફાયદો વન નેશન-વન રાશનકાર્ડ (One Nation-One Ration Card) યોજનાના  પરિણામે આદિવાસી વિસ્તારોને વિશેષ ફાયદો થયો છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહિસાગર, ડાંગ, તાપી જેવા ભૌગોલિક પ્રતિકૂળતા ધરાવતા વિસ્તારોમાંથી મોટા પ્રવાસીઓ રાજ્યના મોટા શહેરોમાં અર્થોપાર્જન માટે અસ્થાયી સ્થળાંતર કરી જાય છે. આ પ્રવાસી શ્રમિકો પોતાનું અનાજ સાથે લઇ જતા હતા. પણ હવે મોટા શહેરોની કોઇ પણ રાશનની દુકાન પરથી રાશન મેળવી શકે છે.વન નેશન-વન રેશનકાર્ડ યોજનાથી દાહોદ સહીતના આદિવાસી વસ્તીવાળા જિલ્લાઓના 35,000 પરિવારોને ફાયદો થયો છે.

મોટા શહેરોમાં અન્ય જિલ્લાઓના લોકોને લાભ આંતર જિલ્લા રાશન મેળવનારા પરિવારોની પુરવઠા તંત્ર પાસેથી મળેલી સંખ્યા જોઇએ તો મોટા શહેરોમાં વધુ છે. ગત જૂન માસમાં અમદાવાદ શહેરમાં 3894, સુરતમાં 4256, રાજકોટમાં 2331, મહેસાણામાં 2247, વડોદરામાં 1929, કચ્છમાં 1181 પરિવારોએ રાશન મેળવ્યું હતું. ગત જૂન મહિનામાં કૂલ 35,247 પરિવારોએ આંતર જિલ્લા રાશનનો લાભ લીધો હતો. એનો મતલબ સ્પષ્ટ છે કે પ્રવાસી શ્રમિકો આ શહેરોમાં જઇને સરળતાથી રાશન મેળવી રહ્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

બીજી રસપ્રદ વાત એ પણ છે કે, બીજા રાજ્યના સૌથી વધુ 937 પરિવારોએ જૂનમાં સુરતમાંથી રાશન મેળવ્યું હતું. એ બાદ અમદાવાદમાં 237 પરપ્રાંતીય પરિવારોએ આનો લાભ લીધો હતો. રાજ્યમાં પ્રતિ માસ બે હજાર કરતા વધુ પરિવારો આંતરરાજ્ય રાશનનો લાભ લઇ રહ્યા છે. ગુજરાતમાં જિલ્લા અંદર આંતર તાલુકામાં રાશન પોર્ટેબલિટી થઇ રહી છે. ગત માસમાં 12,435 પરિવારોએ તેનો લાભ લીધો હતો.

ગુજરાતના કે અન્ય રાજ્યના, તમામ નાગરિકોને સમાન લાભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની ગુજરાત સરકારે બીજા રાજ્યના લોકો માટે પણ સરખી પ્રક્રીયા રાખી છે. એટલે રાશનકાર્ડ ધારક સસ્તા અનાજની દૂકાને જઇ માત્ર પોતાની થમ્બ ઇમ્પ્રેશન આપી નિયત અનાજ મેળવી શકે છે. NFS કાર્ડ ધરાવતા પરિવારોને વિનામૂલ્યે રાશન મળે છે. ત્યારે દાહોદ (Dahod)જેવા શ્રમિક વર્ગ ધરાવતા જિલ્લા સહિતના અનેક જિલ્લાના પરિવારોને વન નેશન-વન રાશનકાર્ડ (One Nation-One Ration Card)નો લાભ મળી રહ્યો છે

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">