દાહોદ જિલ્લા પોલીસ તંત્રને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ વાન ફાળવવામાં આવી

રાજ્યના સરહદી જિલ્લા દાહોદમાં પોલીસ વિભાગને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ 2 વાન ફાળવવામાં આવ્યા છે. આ બંને વાન લેસર ટ્રાફિક સ્પીડ વીડિયો સિસ્ટમથી સજ્જ કરાઈ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 2:35 PM

ગુજરાતના(Gujarat)  સરહદી જિલ્લામાં અન્ય રાજ્યો માંથી  આવતા વાહનોથી થતી ગેરકાયદે સામાનની  હેરાફેરીને રોકવા માટે સરકાર સજ્જ બની છે. જેમાં દાહોદ(Dahod)જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યને જોડે છે . તેમજ આ રાજ્યોમાંથી આવતી અને રાજ્યમાંથી જતાં વાહનો પર નજર રાખી શકાય તે માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્રને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ 2 વાન(Interceptor Van) ફાળવવામાં આવી છે.

જેમાં હવે ફૂલ સ્પિડમાં દોડતા વાહનોને પોલીસ રોક્યા વગર જ ઈ-મેમો ફટકારી દંડ કરી શકશે.રાજ્યના સરહદી જિલ્લા દાહોદમાં પોલીસ વિભાગને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ 2 વાન ફાળવવામાં આવ્યા છે. આ બંને વાન લેસર ટ્રાફિક સ્પીડ વીડિયો સિસ્ટમથી સજ્જ કરાઈ છે. જેના થકી હવે પૂરપાટ ઝડપે દોડતા વાહનોનું સ્કેનિંગ કરી ઈ-મેમો ફટકારવો પોલીસ માટે સરળ બનશે. આ બંને વાનમાં પ્રિન્ટર, વીડિયો રેકોર્ડર, સાયરન સાથે લાઈટબાર, PTZ કેમેરા જેવા ઉપકરણો પણ આપવામાં આવ્યા છે.

દાહોદ પોલીસને આપવાના આવેલા આ અત્યાધુનિક વાનની મદદથી પોલીસ ઝડપથી ટ્રાફિકનો ભંગ કરતાં લોકો સુધી પહોંચી શકશે અને કાયદેસરની કાર્યવાહી કરી શકશે. તેમજ ટ્રાફિક નિયમોના ભંગના કેસમાં પણ ઘટાડો થશે.

આ પણ વાંચો : DAP ની અછતના કારણે સરકાર હવે SSP પર ફોકસ કરશે, ખેડૂતોને તેનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે

આ પણ વાંચો : સાબરકાંઠાના ઇડરમાં ફટાકડાની લારીમાં લાગી આગ, નાસભાગ મચી, જુઓ વિડીયો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">