દાહોદ : રાજયમાં મહેસુલ વિભાગને લગતી કોઇપણ બાબત પડતર રહેશે નહીં : રાજેન્દ્ર ત્રિવેદી

મહેસુલ મેળામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ત્રિવેદીએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી, દાહોદમાં (Dahod) જિલ્લામાં વિવિધ કલ્યાણલક્ષીઓ યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વિગતે છણાવટ કરી હતી.

દાહોદ : રાજયમાં મહેસુલ વિભાગને લગતી કોઇપણ બાબત પડતર રહેશે નહીં : રાજેન્દ્ર ત્રિવેદી
Dahod: Any matter related to revenue department in the state will not be costly: Rajendra Trivedi
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Apr 14, 2022 | 9:00 PM

ગુજરાત (Gujarat )રાજયમાં મહેસુલ વિભાગ (Revenue Department)દ્વારા કરવામાં આવેલી મહેસૂલી મેળાની નવતર પહેલને કારણે રાજયમાં મહેસુલ વિભાગને લગતી કોઇપણ બાબત પડતર રહેશે નહીં એમ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) જણાવ્યું હતું. દાહોદ જિલ્લાના વડામથક દાહોદ (Dahod) ખાતે આવેલા પંડિત દિનદયાળ સભાગૃહમાં આયોજીત મહેસુલ મેળામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ત્રિવેદીએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી, દાહોદમાં જિલ્લામાં વિવિધ કલ્યાણલક્ષીઓ યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વિગતે છણાવટ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગ રાજ્યની પ્રજાને પોતાની માનીને પ્રજાકલ્યાણના કામોને અગ્રતા આપીને કામગીરી કરે છે.

14મી, એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે મંત્રીએ બાબસાહેબની તસ્વીર સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી જણાવ્યું હતું કે, ડૉ.બાબાસાહેબ આંબેડકર જીવનભર સામાજીક ન્યાય માટે ઝઝૂમતા રહ્યા હતા એમ વધુમાં કહ્યું હતું.

તેમણે આગામી તા. 20મી, રોજ દાહોદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અંગે જાણકારી આપી દાહોદ જિલ્લાના તમામ નાગરિકો આ વિકાસોત્સવમાં સહભાગી બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે મહેસુલ વિભાગ દ્વારા રાજયમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી મહેસુલ વિભાગના અધિકારીઓ વિરૂદ્ધ આમ જનતા ફરિયાદ કરી શકે એ માટે ત્રણ વ્યક્તિની સમિતિવાળી શીટ-એમની રચના કરવામાં આવી છે એમ જણાવી આ સમિતિ તપાસની કામગીરી કરશે એમ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે 7/12, 8-અ સહિતની જમીનને લગતા મહત્વના દસ્તાવેજો હવે ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી આ દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ બનતા રાજયના 12.77 લાખ લાભાર્થીઓએ આ દસ્તાવેજો ઓનલાઇન મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.

મંત્રીએ રેડક્રોસ સોસાયટી દ્વારા દાહોદના છ તાલુકાઓમાં છ બ્લડ બેંકો શરૂ કરવામાં આવી હોવાનું જણાવી વડોદરા ખાતે પ્રાદેશિક સાયન્સ સેન્ટર શરૂ કરવા માટે જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે એમ ઉમેરી તેમણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં 1,83,301 વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. મંત્રી ત્રિવેદીએ રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને આાવામાં આવી રહેલા ઉત્તેજન અંગે વિગતે છણાવટ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવું સમયની માંગ છે એમ ઉમેર્યું હતું. મેળા દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા જમીનને લગતા ઉતારાઓ, જાતિના દાખલાઓ, અધિવાસ સર્ટિફિકેટ, સંકટમોચન યોજના, ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના સહિતની યોજના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેસૂલ મંત્રીએ સ્થળ પર જ ખેડૂતો તરફથી રજૂ કરવામાં આવેલા પ્રશ્નો સાંભળી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :2036 Olympic : ગુજરાત 2036ની ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, IOCના પ્રતિનિધિઓ 2025માં ભારતની મુલાકાત લેશે

આ પણ વાંચો :71 વર્ષના દાદી ભારે વાહનો ચલાવે છે અને 11 વાહન માટે ધરાવે છે લાઇસન્સ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati