દાહોદ તાલુકાના વાંકિયામાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં પડ્યો ભંગ, હથિયારો સાથે આવેલા 50 લોકોના ટોળાએ મચાવી લૂંટ

ઘાતક હથિયારો સાથે આવેલા ટોળાએ ધીંગાણું મચાવી દુલ્હન તેમજ લગ્ન સમારંભમાં હાજરી આપેલ આપવા આવેલા લોકોના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી થયાં ફરાર થઈ ગયા હતા. કતવારા પોલીસે 50 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરતાં ખળભળાટ મચી ગયો છે.

  • Tv9 webdesk41
  • Published On - 23:34 PM, 2 May 2021
દાહોદ તાલુકાના વાંકિયામાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં પડ્યો ભંગ, હથિયારો સાથે આવેલા 50 લોકોના ટોળાએ મચાવી લૂંટ

Dahod: ઘાતક હથિયારો સાથે આવેલા ટોળાએ ધીંગાણું મચાવી દુલ્હન તેમજ લગ્ન સમારંભમાં હાજરી આપેલ આપવા આવેલા લોકોના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી થયાં ફરાર થઈ ગયા હતા. કતવારા પોલીસે 50 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરતાં ખળભળાટ મચી ગયો છે.

 

 

દાહોદ તાલુકાના વાંકીયા ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવતીના લગ્ન પ્રસંગમાં ગામમાં જ રહેતા 50 જેટલા ઈસમોના ટોળાએ લગ્ન પ્રસંગમાં આવી લૂંટ ચલાવી હતી. કન્યાએ પહેરી રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ લગ્ન પ્રસંગમાં આવેલ વ્યક્તિઓને મારી તેઓએ પણ પહેરેલ સોના-ચાંદીના દાગીનાની સરેઆમ લૂંટ ચલાવી કુલ રૂપિયા બે લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી આ ટોળાએ ભારે ધીંગાણું મચાવ્યું હતું.

 

 

તેમજ મારામારી કરી નાસી જતાં પંથકમાં અને લગ્ન ટાણે યુવતીના પરિવારજનોમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ઘટનાને પગલે દોડી ગયેલી પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. દાહોદ તાલુકાના વાકિયા ગામે પટેલ ફળિયામાં રહેતા રમેશભાઈ સકરીયાભાઈ મોહનીયાની પુત્રી સમૂડીબેનના લગ્ન ગત તારીખ 29મી એપ્રિલના રોજ પોતાના ઘરે લગ્ન પ્રસંગમાં સમાજના તેમજ પરિવારના લોકો આવ્યા હતા.

 

 

લગ્નના કાર્યક્રમો ચાલતા હતા તે દરમિયાન સાંજના પાંચેક વાગ્યાના આસપાસ ગામમાં જ રહેતા ખેમચંદભાઈ ભીમાભાઇ સંગાડા, હિંદુભાઈ ગનજીભાઈ સંગાડા, સીલીયાભાઈ ગનજીભાઈ સંગાડા, રમેશભાઈ ભીમાભાઇ સંગાડા તથા તેમની સાથે બીજા 45 જેટલા વ્યક્તિઓનું ટોળુ પોતાની સાથે ઘાતક હથિયારો ધારણ કરી લગ્ન પ્રસંગમાં દોડી આવ્યા હતા.

 

 

કન્યા સબુડીબેને બંને હાથે પહેરી રાખેલ ચાંદીના ભોરીયા, ચાંદીની સાંકળી, ચાંદીના તોડા ચાંદીનો, કંદોરો ચાંદીનું મંગળસૂત્ર, પગમાં પહેરવાની ચાંદીની અંગુઠી આશરે એક તોલા, સોનાના કાનના ઝુમ્મર તેમજ લગ્ન પ્રસંગમાં આવેલ મહેમાનોના  શરીરે પણ પહેરી રાખેલ સોના – ચાંદીના દાગીનાની આ 50 ઈસમોના ટોળાએ લૂંટ ચલાવી હતી.

 

 

તમામને મારમારી કુલ રૂપિયા બે લાખના દાગીનાની ધાડ,લૂંટ કરી ટોળું નાસી જતા લગ્ન પ્રસંગમાં તેમજ પંથકમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ ત્યાં સુધી ટોળું નાસી જવામાં સફળ રહ્યું હતું. આ સંબંધે કન્યાના પિતા રમેશભાઈ સકરીયાભાઈ મોહનીયા દ્વારા કતવારા પોલીસ મથકે 50 જેટલા ટોળા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.