Dahod : મહિલા પર અત્યાચારનો વીડિયો વાયરલ, પોલીસે ચાર લોકોની ધરપકડ કરી

મળતી માહિતી પ્રમાણે જમીન માટે બે કુટુંબ વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચતા મહિલા પર આ રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો. કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલે છે, એમ કહી મહિલા સામે અમાનવિય કૃત્ય કરવામાં આવ્યું

Dahod : મહિલા પર અત્યાચારનો વીડિયો વાયરલ, પોલીસે ચાર લોકોની ધરપકડ કરી
Dahod Video of atrocities on women goes viral police arrest four people
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 12:06 AM

દાહોદ જિલ્લામાં ફરી એકવાર એવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં દાહોદમાં એક મહિલા પર થતા અત્યાચારનો વીડિયો વાયરલ થયો છે.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે મહિલાને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આ પૂર્વે તેને માર માર્યો હતો. તેમજ ત્યારબાદ તેનો હાથ ખેંચી ક્રૂર રીતે રસ્તા પર ઢસેડવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે જમીન માટે બે કુટુંબ વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચતા મહિલા પર આ રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો. કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલે છે, એમ કહી મહિલા સામે અમાનવિય કૃત્ય કરવામાં આવ્યું.. પોતાના જ પરિવારના 4 જેટલા ઈસમોએ એક થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે માર માર્યો હતો.

તેમજ પછી જાહેરમાં જ રસ્તા પર ઢસડતા એ ઢસડતા લઈ ગયા. આ શખ્સોએ એક ક્ષણ માટે પણ એવો વિચાર ન આવ્યો કે આ મહિલા પર શું વિતતી હશે.. જો કે માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના સમયમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

દાહોદ જિલ્લામાં ફરી મહિલા સાથે અત્યાચારનો કિસ્સો આવ્યો સામે આવ્યો છે . જેમાં પોતાના જ પરિવારના 4 લોકોએ માર્યો ઢોરમાર માર્યો હતો. તેમજ કુટુંબની સ્ત્રીઓ સાથે કેમ બોલાચાલી રાખી છે તેમ કહીં માર માર્યો હતો. આ મહિલાને લાકડીના ફટકા માર્યા અને રોડ પર મહિલાને ઢસડવામાં આવી હતી. તેમજ મહિલાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ મહિલાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

દાહોદના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામનો વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે એક મહિના પૂર્વે ધાનપુરના ખજૂરી ગામે આવી ઘટના ઘટી હતી.

દાહોદ  જિલ્લામાં સતત મહિલાઓ પર જાહેરમાં  અત્યાચારના કિસ્સા સામે આવી રહ્યા છે. તેમજ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં  આવી રહી છે. જો કે તેમ છતાં જિલ્લામાં મહિલા પર  અત્યાચારના કિસ્સામાં  ઘટાડો જોવા નથી મળી રહ્યો. તેમજ આ ઘટનાઓ બાદ એક પ્રશ્ન દરેક  વ્યકિતના મનમાં ઉદભવે છે કે કે મહિલાઓ પર તેના જ પરિવાર દ્વારા આવા અત્યાચારો ક્યારે અટકશે.

આ પણ વાંચો : વિશ્વની બીજી સૌથી મોટી આધુનિક જીન બેંક દિલ્હીમાં શરૂ થઈ, કૃષિ વારસાને બચાવવાનો પ્રયાસ

આ પણ વાંચો :  Made in india : અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ બનશે ભારતમાં

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">