Cyclone Tauktae : સોમનાથ દાદા આ વખતે પણ વાવાઝોડાનું સંકટ ટાળશે ? છેલ્લા 6 વર્ષમાં 8 વાવાઝોડાથી બચ્યું ગુજરાત

Cyclone Tauktae : ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા મોટાભાગે પાકિસ્તાન, યમન અને ઓમાન જ્યારે બંગાળના અખાતમાં સર્જાતા વાવાઝોડાં મ્યાનમાર, બાંગ્લાદેશ જેવા દેશો તરફ જ ફંટાઈ જાય છે.

Cyclone Tauktae : સોમનાથ દાદા આ વખતે પણ વાવાઝોડાનું સંકટ ટાળશે ? છેલ્લા 6 વર્ષમાં 8 વાવાઝોડાથી બચ્યું ગુજરાત
Follow Us:
| Updated on: May 16, 2021 | 3:47 PM

Cyclone Tauktae : તાઉ-તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતના કાંઠે ટકરાય તો કાંઠા વિસ્તારને ભારે નુકસાન કરી શકે છે. ગુજરાતના દરિયાના કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર ભક્તોને પુરો વિશ્વાસ છેકે 6 વર્ષમાં 8 વાવાઝોડાએ ગુજરાતનું કંઇ બગાડયું નથી. ત્યારે તાઉ-તે વાવાઝોડા સામે ફરી સોમનાથ મહાદેવ પર ભક્તોને પુરો વિશ્વાસ છે કે, સોમનાથ દાદાની કૃપાથી આ આફત પણ ટળી જશે.

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા મોટાભાગે પાકિસ્તાન, યમન અને ઓમાન જ્યારે બંગાળના અખાતમાં સર્જાતા વાવાઝોડાં મ્યાનમાર, બાંગ્લાદેશ જેવા દેશો તરફ જ ફંટાઈ જાય છે.

છેલ્લા 6 વર્ષમાં આ વાવાઝોડાં ન ત્રાટકી શક્યા

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

1) ક્યાર વાવાઝોડું (29 ઓક્ટોબર, 2019) અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને પગલે ઉદભવેલું ક્યાર વાવાઝોડું છેલ્લા 12 વર્ષનું સૌથી તીવ્ર સુપર સાઈક્લોન ગણાતું હતું. ગુજરાતના દરિયાકાંઠે 29-30 ઓક્ટોબરની વચ્ચે કયાર વાવાઝોડું ત્રાટકે તેવી દહેશત હતી. પરંતુ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રચાયા બાદ ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું.

2) વાયુ વાવાઝોડું (13 જૂન, 2019) વાયુ વાવાઝોડાએ જૂન 2019માં ગુજરાતના શ્વાસ અદ્ધર કર્યા હતા. 12મી જૂને મધરાતથી કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું 120થી 145 કિમીની ઝડપે ફૂંકાનારા પવન સાથે ત્રાટકવાની આગાહી હતી. પરંતુ ચમત્કારી રીતે વેરાવળના કાંઠા સુધી પહોંચ્યા બાદ વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં પાછું ફંટાયું હતું.

3) સાગર વાવાઝોડું ( 17મે, 2018) 17 મે 2018માં ગુજરાતના દરિયાકાંઠે સાગર નામનું વાવાઝોડું ત્રાટકવાનું હતું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતું.

4) ઓખી વાવાઝોડું ( 4 ડિસેમ્બર, 2017) 4 ડિસેમ્બર 2017ના રોજ તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડું ગુજરાત તરફ વળ્યું હતું. પરંતુ અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહેલું ઓખી વાવાઝોડું તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચતા પહેલાં વિખેરાઇ ગયું હતું.

5) ચપાલા વાવાઝોડું (31 ઓક્ટોબર, 2015) 31 ઓક્ટોબર 2015ના રોજ અરબી સમુદ્રમાં ચપાલા નામનું વાવાઝોડું સર્જાયું હતું. જે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું.

6) અશોબા વાવાઝોડું (10 જૂન, 2015) 10 જૂન 2015ના રોજ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ઊંડા સાયકલોનને પગલે અશોબા નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું હતું. જે ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરની ઘાત ટળી હતી​​.​​​​​

7) નિલોફર વાવાઝોડું (29 ઓક્ટોબર, 2014) 2014માં દીવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં હવાના ભારે દબાણે ‘નિલોફર’ સર્જાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પર મોટી આફતના અણસાર વચ્ચે વહીવટી તંત્ર સજ્જ થયું હતું. પરંતુ, નિલોફરને સમુદ્રે પોતાનામાં સમાવી દીધું હતું.

8) નનૌક ચક્રવાત (13 જૂન, 2014) 13 જૂન 2014ના રોજ અરબી સમુદ્રમાં વેરાવળથી 590 કિમીનાં અંતરે મધદરિયે નનૌક ચક્રવાત સર્જાયું હતું. પરંતુ નનૌક ચક્રવાત ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો.

આમ, આ વખતે પણ ભક્તોને શ્રધ્ધા છેકે વાવાઝોડા સામે સોમનાથ મહાદેવ રક્ષણ કરશે. અને, આ ઘાત પણ ટળી જશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">