Cyclone Tauktae : અમદાવાદ પર ત્રાટકી આફત, સતત ભારે વરસાદ અને પવનથી તારાજીના દ્રશ્યો

Cyclone Tauktae : અમદાવાદ શહેર અને જિલ્લામાં વાવાઝોડાની અસરોના કારણે આગામી 4થી 5 કલાકો મહત્વના છે. શહેરમાં અત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

| Updated on: May 18, 2021 | 6:25 PM

Cyclone Tauktae : અમદાવાદ શહેર અને જિલ્લામાં વાવાઝોડાની અસરોના કારણે આગામી 4થી 5 કલાકો મહત્વના છે. શહેરમાં અત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર બાદ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.

તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગરનાળા, અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે. હજું અમદાવાદ શહેરમાં આફત ટળી નથી. અને, અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની પણ સંભાવના છે.

અમદાવાદ શહેરમાં વાવાઝોડાએ સર્જી તારાજી

અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં એક કાર પર ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નારણપુરાના આદર્શનગરમાં ઈલેક્ટ્રિક વીજ પોલ તૂટી ગયો હતો. વાવઝોડું સાણંદ નજીકથી અમદાવાદમાં પ્રવેશી રહ્યું છે. જેથી ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી છે.

અમદાવાદના સાઉથ બોપલમાં વાવાઝોડાના લીધે ભારે નુકસાન થયું છે. અને, ભારે પવનને કારણે રહીશોમાં ભયનો માહોલ છે રિવર ફ્રન્ટ પર લોકોએ જાતે ઝાડ હટાવીને રસ્તો ખોલવાની ફરજ પડી છે. શહેરના મધ્ય વિસ્તારમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે. પૂર્વ વિસ્તાર નિકોલના પોલીસ સ્ટેશનમાં પતરા ઉડી ગયા છે.એરપોર્ટ સર્કલથી શાહીબાગ સુધીના રોડ પર ઝાડ પડતા અડધો રસ્તો બંધ થયો છે.બાપુનગર, અસારવા, શાહીબાગ, રખિયાલમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં છે.

શીલજ રીંગરોડ પાસે આવેલ રોડ ઉપર જાહેરાતના મોટા બોર્ડ વાવાઝોડાના પગલે તૂટી ગયા હતા. ભારે વરસાદમા ખોખરા મણિનગર પાસેના સર્કલ પર ખૂબ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. નારોલ ગામમાં દુકાનો-સોસાટીઓમાં પાણી ફરી વળ્યા છે.

જવાહર ચોકથી હીરાભાઈ ટાવર રોડ પર ભારે પવન અને વરસાદને લઈને ઝાડ ધારાશાયી થયું છે. જેથી એક તરફનો રસ્તો બંધ થયો છે. દરિયાપુરમાં એક સ્કુલની છત પરથી પતરા ઉડી ગયા છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">