Cyclone Tauktae: ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’નો ખતરો, વેરી સિવિયર સાયકલોનમાં વાવાઝોડું થયું પરિવર્તિત

તાઉ તે’ વાવાઝોડું 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનીક સ્ટોર્મ વધુ મજબૂત થઈને સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં તબદીલ થઈ ચૂક્યું હતું, જે હવે વેરી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે.

Rahul Vegda
| Edited By: | Updated on: May 16, 2021 | 8:18 PM

Cyclone Tauktae: ‘તાઉ તે’ વાવાઝોડું 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનીક સ્ટોર્મ વધુ મજબૂત થઈને સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં તબદીલ થઈ ચૂક્યું હતું, જે હવે વેરી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે.

 

 

 

આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે. 17 મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

 

 

અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે, નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા તંત્રની તૈયારીઓ ચાલી રહી છે.

 

આ પણ વાંચો: Cyclone Tauktae: તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોના લોકોની મદદ કરે ભાજપ કાર્યકર્તા: જે.પી નડ્ડા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">