VIDEO: ગીરસોમનાથમાં ધોધમાર વરસાદથી કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન, વેરાવળ, તાલાલા, ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ
વાવાઝોડાની અસરના પગલે થયેલા ગીરસોમનાથમાં ધોધમાર વરસાદથી કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યુ છે. ભીમ અગિયારસના દિવસે જ કેરીના પાક પર બારેમેઘ ખાંગા થઈ જતા ખેડૂતો માટે મુહૂર્તના ટાણે જ રોવા જેવી દશા થઈ છે. અચાનક વરસાદ પડતા તાલાલા મેંગો માર્કેટમાં વેપારીઓને કેસર કરીને સાચવવા માટે પરસેવો વળી ગયો હતો. ગીરસોમનાથના તાલાલામાં હજુ પણ […]
વાવાઝોડાની અસરના પગલે થયેલા ગીરસોમનાથમાં ધોધમાર વરસાદથી કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યુ છે. ભીમ અગિયારસના દિવસે જ કેરીના પાક પર બારેમેઘ ખાંગા થઈ જતા ખેડૂતો માટે મુહૂર્તના ટાણે જ રોવા જેવી દશા થઈ છે. અચાનક વરસાદ પડતા તાલાલા મેંગો માર્કેટમાં વેપારીઓને કેસર કરીને સાચવવા માટે પરસેવો વળી ગયો હતો. ગીરસોમનાથના તાલાલામાં હજુ પણ 50 ટકા કેરીનો પાક બગીચાઓમાં છે. આ કમોસમી વરસાદના કારણે કેસર કેરીને ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો