ગુજરાતમાં આઠ મહાનગરપાલિકામાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કરફ્યૂ યથાવત

રાજય સરકારે 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11થી સવારે 6 સુધી કરફ્યૂ યથાવત રાખ્યો છે. તેમજ સમયમાં કોઇ છૂટ આપવામાં આવી નથી

ગુજરાતમાં આઠ મહાનગરપાલિકામાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કરફ્યૂ યથાવત
Curfew in eight Municipal Corporations in Gujarat till September 15 (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 7:09 PM

ગુજરાતમાં આઠ મહાનગરપાલિકામાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. જેમાં સરકારે 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11થી સવારે 6 સુધી રાત્રીકરફ્યૂ યથાવત રાખ્યો છે. તેમજ સમયમાં કોઇ છૂટ આપવામાં આવી નથી. જો કે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ દરમ્યાન આપેલી છૂટ અમલી રહેશે.

ગુજરાતના આઠ મહાનગરો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઠમાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. જેમાં રાત્રે 11 વાગેથી સવારે છ વાગે સુધી કર્ફ્યૂ અમલી રહેશે.

જ્યારે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. સૌપ્રથમ જન્માષ્ટમીના પર્વની વાત કરીએ તો, 8 મહાનગરોમાં 30 ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીની રાત્રે નાઇટ કર્ફ્યૂમાં 2 કલાકની વધુ છૂટ અપાઇ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

એટલે કે 8 મહાનગરોમાં રાત્રીના 11ના બદલે 1 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂમાં છૂટ અપાશે.

તો મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ અપાઇ છે. તો દર્શન કરતી વખતે દર્શનાર્થીઓએ SOPનું ફરજિયાત પાલન કરવું પડશે. સાથે જ મંદિર સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે વ્યવસ્થા કરવી પડશે. તો જન્માષ્ટમીના પર્વે રાજ્યમાં લોકમેળા નહીં યોજી શકાય. તો મટકી ફોડના આયોજન પર પણ પ્રતિબંધ મુકાયો છે.

તો ગણેશોત્સવ માટે પણ રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. ગણેશોત્સવની ગાઇડલાઇન પર નજર કરીએ તો, સાર્વજનિક ગણેશોત્સવમાં માત્ર 4 ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકાશે. અને ગણેશ ભક્તો પણ ઘરમાં 2 ફૂટની શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરી શકશે. ખાસ કરીને ગણેશ મંડળોએ પંડાલમાં દર્શન માટે SOP પાલન કરાવવું પડશે. અને પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આયોજકોએ વ્યવસ્થા કરવી પડશે.

સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે પ્રસાદ વિતરણ અને પૂજા-આરતીની છૂટ અપાઇ છે. જોકે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ લગાવાયો છે. આ સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને એક વાહન સાથે છૂટ અપાઇ છે.

હાલ તો ગણેશોત્સવ અને જન્માષ્ટમીના પર્વને લઇને સરકારે આપેલી છુટછાટથી ઉત્સાહનો માહોલ છે. અને, આયોજકો સહિત લોકોએ પર્વની ઉજવણીને લઇને તૈયારીઓ આરંભી દીધી છે.

આ પણ વાંચો : Rajkot : ખુશ ખબર ! તહેવારોમાં પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલ્લુ રહેશે, જો કે કોરોનાની ગાઇડલાઈનનું કરવું પડશે પાલન

આ પણ  વાંચો: Viral Photos : સલમાન ખાને કેટરિનાના કાનમાં શું કહ્યું ? વાયરલ થયેલી આ રમુજી તસવીરમાં છુપાયેલું છે રહસ્ય !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">