દેશભરના ખેડૂતો માટે એક મોટા સમાચાર…કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાક વીમાને મરજિયાત કરાયો

દેશભરના ખેડૂતો માટે એક મોટા સમાચાર. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાક વીમાને મરજિયાત કરવામાં આવ્યો. હવે ખેડૂતો પોતાની ઈચ્છા અનુસાર પાક વીમો લઈ શકશે. અગાઉ ખેડૂતો માટે પાક વીમો ફરજીયાત હતો. આ મુદ્દે ગત વર્ષે સરકારે રાજ્યો પાસેથી સૂચનો માંગ્યા હતા. જેમાં મોટાભાગના રાજ્યોએ પાક વીમાને મરજિયાત બનાવવાનો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાતના ખેડૂતો પણ પાક […]

દેશભરના ખેડૂતો માટે એક મોટા સમાચાર...કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાક વીમાને મરજિયાત કરાયો
TV9 Webdesk12

|

Feb 19, 2020 | 12:43 PM

દેશભરના ખેડૂતો માટે એક મોટા સમાચાર. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાક વીમાને મરજિયાત કરવામાં આવ્યો. હવે ખેડૂતો પોતાની ઈચ્છા અનુસાર પાક વીમો લઈ શકશે. અગાઉ ખેડૂતો માટે પાક વીમો ફરજીયાત હતો. આ મુદ્દે ગત વર્ષે સરકારે રાજ્યો પાસેથી સૂચનો માંગ્યા હતા. જેમાં મોટાભાગના રાજ્યોએ પાક વીમાને મરજિયાત બનાવવાનો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાતના ખેડૂતો પણ પાક વીમાની ટેકનિકલ બાબતો, પ્રીમિયમ અને સર્વેને લઈ પરેશાન હતા.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો…પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ખેડૂતો માટે પાક વીમો લેવો મરજિયાત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આવકાર્યો છે પરંતુ તેમણે આક્ષેપ કર્યો છે કે સરકારે આ નિર્ણય લેવામાં ઘણું મોડું કર્યું છે. વીમા કંપનીઓએ એક લાખ કરોડથી વધુ રૂપિયા ખેડૂતો પાસેથી ખંખેરી લીધા છે અને હવે વીમા કંપનીઓને લાગ્યું કે ખેડૂતો જાગૃત થઇ ગયા છે એટલે આ નિર્ણય લેવાયો છે. રિબડિયાએ એવી પણ માગ કરી છે કે ખેડૂતોના પાક વીમા માટે કોઇ ખાનગી કંપની નહીં પરંતુ સરકારની જ કોઇ કંપની હોવી જોઇએ જે ખેડૂતોને પાક વીમો આપે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati