ઓમિક્રોનની અસર: દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી વડોદરા આવેલા 85 મુસાફરો ક્વૉરન્ટાઇન, જાણો વિગત

Vadodara: ઓમિક્રોનની અસર હાલ વિશ્વભરમાં જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી વડોદરા આવેલા 85 મુસાફરો ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 01, 2021 | 10:47 AM

Vadodara: ઓમિક્રોનને (Omicron Variant) લઈને વિશ્વભરમાં ચિંતા વધી ગઈ છે. તો દેશમાં કેન્દ્ર સરકારે વિદેશ અવર જવર પર કેટલાક નિર્ણયો લીધા છે. સરકારે આ અંગે ગાઈડલાઈન (Guideline) જાહેર કરી છે. તો ગુજરાત સરકાર અને તંત્ર પણ આ વાયરસના નવા સ્વરૂપને લઈને સજાગ બન્યું છે. રાજ્યના ઘણા શહેરોમાં વિદેશથી આવતા લોકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. તો દક્ષિણ આફ્રિકા સહિતના 12 દેશોમાંથી વડોદરા આવેલા 85 મુસાફરો ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.

સારી બાબત એ છે કે વડોદરા આવેલા તમામ મુસાફરોના RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો ઓમિક્રોન વેરિએન્ટની ભીતિને જોતા મુસાફરોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ તંત્ર દ્વારા ક્વૉરન્ટાઇન કરાયેલા તમામ લોકોનું 14 દિવસ સુધી મોનિટરિંગ કરવામાં આવશે. તો 7 દિવસ બાદ ફરીથી ક્વૉરન્ટાઇન કરાયેલા લોકોનો રિપોર્ટ પણ કરાશે.

7 દિવસ બાદ ક્વૉરન્ટાઇન કરાયેલા લોકોના રિપોર્ટ ફરી કરવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો વધુ એક અઠવાડિયા સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. તેમજ જો રિપોર્ટ પોઝિટીવ આવશે તેમને સારવાર આપવામાં આવશે. તો આ પરથી જાણી શકાય કે તંત્ર કેટલું આ બાબતને લઈને સજાગ બન્યું છે.

 

આ પણ વાંચો: માર્કેટ યાર્ડ પર માવઠાની અસર: જાણો રાજ્યના કયા કયા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ

આ પણ વાંચો: ઓમિક્રોનનું સંકટ : આંતરાષ્ટ્રીય મુસાફરો માટે આજથી કડક નિયમો લાગુ, જાણો આ નવા નિયમો વિશે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati