સુરત: આરોપીને મળી ફાંસીની સજા, સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી. દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ફાંસીની સજા સંભળાવી. ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો, બાદમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ચકચારી કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. […]

સુરત: આરોપીને મળી ફાંસીની સજા, સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Follow Us:
| Updated on: Jul 31, 2019 | 2:02 PM

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી. દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ફાંસીની સજા સંભળાવી. ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો, બાદમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ચકચારી કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ, મેડિકલ પુરાવા, FSL પુરાવા, CCTV ફૂટેજ વગેરેના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. બાળકીની માતાએ પણ ચુકાદાને આવકાર્યો હતો અને દીકરીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કેસની વિગત એવી છે કે, ગોડાદરામાં રહેતો અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી 3 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી. બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું અને પોતે ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી અને આરોપીને બિહારથી ઝડપી પાડ્યો હતો. CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઇ હતી. સરકારના આદેશને પગલે સ્પિડ ટ્રાયલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે સરકારે તો 2 જ અઠવાડિયામાં કેસના નિકાલનો આદેશ કર્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: એક વ્યક્તિએ Zamoto માં ફૂડ ઓર્ડર કેન્સલ કર્યો, કારણ જાણશો તો ચોંકી જશો!

376ના કેસમાં તાજેતરમાં જ સુધારો કરાયો છે. જેથી બાળકીઓ પરના બળાત્કારના કેસમાં ફાંસીની સજા થઈ શકે છે. માત્ર 9 મહિના જેટલા સમયમાં જ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો હતો.

[yop_poll id=”1″][youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">