ચીનમાં કોરોના વાઈરસથી સુરતના હીરા ઉદ્યોગને નુકસાન, 9 હજાર કરોડનો વેપાર જોખમમાં

ચીનમાં કોરોના વાઈરસનો કહેર છે. દુનિયાભરમાં તેની માઠી અસર વર્તાય રહી છે. ત્યારે વાઈરસને લઈ સુરતના હીરા ઉદ્યોગનો 9 હજાર કરોડનો વેપાર જોખમમાં મુકાયો છે. વાઈરસના પગલે હોંગકોંગ જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનો શો રદ કરાતા સુરતમાં તૈયાર થયેલી કરોડોની ગોલ્ડ-ડાયમંડ જ્વેલરીઓનું એક્સપોર્ટ અટકી પડ્યું છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

ચીનમાં કોરોના વાઈરસથી સુરતના હીરા ઉદ્યોગને નુકસાન, 9 હજાર કરોડનો વેપાર જોખમમાં
Kunjan Shukal

|

Feb 06, 2020 | 7:13 AM

ચીનમાં કોરોના વાઈરસનો કહેર છે. દુનિયાભરમાં તેની માઠી અસર વર્તાય રહી છે. ત્યારે વાઈરસને લઈ સુરતના હીરા ઉદ્યોગનો 9 હજાર કરોડનો વેપાર જોખમમાં મુકાયો છે. વાઈરસના પગલે હોંગકોંગ જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનો શો રદ કરાતા સુરતમાં તૈયાર થયેલી કરોડોની ગોલ્ડ-ડાયમંડ જ્વેલરીઓનું એક્સપોર્ટ અટકી પડ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં રૂ.2.10 કરોડનો 24 કેરેટ ગોલ્ડનો 5 કિલોનો સોનાનો સિક્કો ઉપરાંત વિવિધ ફેન્સી વસ્તુઓનું એક્સપોર્ટ પણ અટક્યું છે. સુરતના એક્ઝિબિટર્સ દ્વારા સોનાનો 5 કિલો વજનનો સિક્કો, 7 થી 8 હજાર પીસ ડાયમંડનો ફૂટબોલ પણ તૈયાર કરાયો હતો. પરંતુ કોરોના વાઈરસની દહેશત વચ્ચે હવે એક્ઝિબિશન મે માસમાં યોજાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે દર વર્ષે સુરત હોંગકોંગમાં 50 હજાર કરોડના હીરાની નિકાસ કરે છે. આયાત થતાં 37 ટકા હીરા હોંગકોંગ જાય છે અને હીરા ઉદ્યોગ માટે હોંગકોંગ સૌથી મોટું વ્યાપાર કેન્દ્ર પણ છે. જેના પર હાલ માઠી અસર વર્તાય રહી છે. બીજી તરફ કોરોનાના ભયના કારણે હોંગકોંગમાં વેકેશન જાહેર કરાયું છે. જેના કારણે ભારતીય હીરા ઉદ્યોગકારો વતન પરત ફરવા માંડ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: AMCનું વર્ષ 2020-21 માટેનું રૂપિયા 9,685 કરોડનું બજેટ મંજૂર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati