Coronavirus : સુરત એરપોર્ટ પર જોવા મળી કોરોના ઇફેક્ટ, એક જ મહિનામાં મુસાફરોની સંખ્યા 96 હજારથી ઘટીને 43 હજાર

મુસાફરોની સંખ્યા 96,000 થી સીધી 43,000 પહોંચી ગઈ છે. એપ્રિલ મહિનામાં 417 ફ્લાઇટની અવરજવર પણ ઓછી થઈ છે.

Coronavirus : સુરત એરપોર્ટ પર જોવા મળી કોરોના ઇફેક્ટ, એક જ મહિનામાં મુસાફરોની સંખ્યા 96 હજારથી ઘટીને 43 હજાર
સાંકેતિક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 20, 2021 | 8:15 PM

Coronavirus :  મુસાફરોની સંખ્યા 96,000 થી સીધી 43,000 પહોંચી ગઈ છે. એપ્રિલ મહિનામાં 417 ફ્લાઇટની અવરજવર પણ ઓછી થઈ છે. માર્ચ 2020 ની જેમ માર્ચ 2021 એ પણ સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાયો હતો. કોરોનાના કેસ વધતા તમામ એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું. જેના કારણે પણ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે.

સુરત એરપોર્ટના અધિકારીના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ઉનાળા વેકેશનમાં શહેરીજનો હરવા-ફરવા માટે જતા હોય છે. જેને પગલે એરલાઇન્સ પણ એક-પછી એક નવી ફ્લાઇટ શરૂ કરતી હોય છે. પણ આ વખતે કોરોનાના કહેરને કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. લોકોએ ઘરની બહાર જવાનું તો ઠીક બહાર વેકેશન સ્પોટ પર ફરવા જવાનું તો ઠીક પણ લોકોએ ઘરની બહાર જવાનું પણ ટાળ્યુ છે. જેથી નવી ફ્લાઇટ શરૂ કરવી તો દૂર રહી પણ રેગ્યુલર ફ્લાઇટ પણ રદ કરવાની ફરજ એરલાઇન્સ કંપનીઓને પડી છે.

ફ્લાઈટમાં માત્ર 30 થી 35 ટકા જ મુસાફરો મળતા ઓપરેટીંગનો ખર્ચ પણ મોંઘો પડતો હોવાથી ફ્લાઇટને રદ કરવાનો વારો આવ્યો છે. એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીના જણાવ્યા પ્રમાણે એપ્રિલ મહિનામાં સુરત એરપોર્ટ પરથી 43089 પેસેન્જરોની અવરજવર નોંધાઈ છે. જેમાં 21925 પેસેન્જરો એરપોર્ટ પર આવ્યાને ગયા હતા તેમજ 299 ફ્લાઈટનો ટ્રાફિક આવ્યો હતો. એટલે કે 598 ફ્લાઇટ ઓપરેટ થઇ હતી. માર્ચમાં 96,086 પેસેન્જર અને 1015 ફ્લાઇટની અવરજવર નોંધાઇ હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મહિના પ્રમાણે પેસેન્જરોની અવરજવર પર નજર કરીએ

મે 2020- 1616 પેસેન્જર જૂન– 9343 જુલાઈ–8858 ઓગષ્ટ–18792 સપ્ટેમ્બર–44841 ઓક્ટોબર–57642 નવેમ્બર–67952 ડિસેમ્બર–74415-

જાન્યુઆરી 2021–87227 ફેબ્રુઆરી–96949 માર્ચ–96086 એપ્રિલ 48,089

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">