રાજકોટઃ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનું નિવેદન, અનલૉકને પગલે કોરોના સંક્રમણ વધ્યુ

રાજકોટઃ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનું નિવેદન, અનલૉકને પગલે કોરોના સંક્રમણ વધ્યુ

રાજ્યમાં અનલૉકના પગલે કોરોના પોઝિટિવ કેસ વધ્યા હોવાનું નિવેદન કર્યું છે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ. રાજકોટની મુલાકાતે આવેલા જયપ્રકાશ શિવહરેએ દાવો કર્યો કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અને ધનવંતરી રથની ફોર્મ્યુલા સમગ્ર રાજ્યમાં લાગુ કરાઇ છે. રાજકોટમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે લક્ષણો ન હોય તેવા દર્દીઓને અમદાવાદ અને સુરતની જેમ […]

Bhavesh Bhatti

|

Jul 07, 2020 | 2:10 PM

રાજ્યમાં અનલૉકના પગલે કોરોના પોઝિટિવ કેસ વધ્યા હોવાનું નિવેદન કર્યું છે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ. રાજકોટની મુલાકાતે આવેલા જયપ્રકાશ શિવહરેએ દાવો કર્યો કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અને ધનવંતરી રથની ફોર્મ્યુલા સમગ્ર રાજ્યમાં લાગુ કરાઇ છે. રાજકોટમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે લક્ષણો ન હોય તેવા દર્દીઓને અમદાવાદ અને સુરતની જેમ હોમ આઇસોલેટ કરાશે. એક તરફ મ્યુ.કમિશનર રાજકોટમાં સંક્રમણ વધી રહ્યાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સબ સલામત હોવાનો રાગ આલાપી રહ્યા છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં બે દિવસ પડશે ભારે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati