કોરોના વાયરસથી સુરતના હીરા ઉદ્યોગની ચમક ફીકી પડતી જણાય છે. હીરા ઉદ્યોગમાં તેજીના આશાવાદ પર પાણી ફરી વળશે. હીરા ઉદ્યોગમાં તેજી આવવાની શકયતા ઊભી થયા બાદ હાલ પૂરતું તેના પર પાણી ફરી વળ્યું હોવાની વિગતો જાણવા મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કારણ કે ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસને કારણે હોંગકોંગમાં આગામી 3 માર્ચ સુધી જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગકારો પર થવાની છે, કારણ કે સુરતમાં તૈયાર થતી 37 ટકા જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ હોંગકોંગ ખાતે આવેલું છે.
જ્યારે આગામી એક મહિના સુધી જ્વેલરીમાં વેકેશન જાહેર કરી દેવાના કારણે સુરતમાં તૈયાર થતી ડાયમંડની જ્વેલરીનું વેચાણ નહીં થતાં હીરા ઉદ્યોગકારોની હાલત કફોડી બનવાની ભીતિ હાલ તો સેવાઈ રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ પર ફાયર વિભાગની તવાઈ, 100થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી