કોરોના કાળ પડકાર કે અવસર TV9 digitalનો 9 જાન્યુઆરીએ વિશેષ ઈ-સંવાદ, જોડાશે આ 12 ખાસ હસ્તીઓ

કોરોના કાળ પડકાર કે અવસર TV9 digitalનો 9 જાન્યુઆરીએ વિશેષ ઈ-સંવાદ, જોડાશે આ 12 ખાસ હસ્તીઓ
કોરોના કાળ પડકાર કે અવસર

ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ TV9 Gujarati તેના 13 વર્ષ પુરા કરવા માટે જઈ રહી છે. આ ખાસ પ્રસંગે 9 જાન્યુઆરીનાં રોજ TV9 Gujarati તેના ડીજીટલ પ્લેટફોર્મ પરથી એક ખાસ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે કે જે પાંચ કલાક સુધી સતત લાઈવ રહેશે. આ કાર્યક્રમમાં 12 હસ્તીઓ અલગ અલગ ક્ષેત્રમાંથી જોડાશે. કાર્યક્રમની થીમ રહેશે “કોરોના […]

Pinak Shukla

|

Jan 08, 2021 | 7:56 PM

ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ TV9 Gujarati તેના 13 વર્ષ પુરા કરવા માટે જઈ રહી છે. આ ખાસ પ્રસંગે 9 જાન્યુઆરીનાં રોજ TV9 Gujarati તેના ડીજીટલ પ્લેટફોર્મ પરથી એક ખાસ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે કે જે પાંચ કલાક સુધી સતત લાઈવ રહેશે. આ કાર્યક્રમમાં 12 હસ્તીઓ અલગ અલગ ક્ષેત્રમાંથી જોડાશે. કાર્યક્રમની થીમ રહેશે “કોરોના કાળ એક પડકાર કે અવસર”.

કોરોનાએ તમામની જીંદગીને કોઈને કોઈ રીતે ફેરવી નાખી છે, તો સાથે અસર પણ પોહચાડી છે પછી ભલે એ શિક્ષણની વાત હોય કે પછી રમતની અને આર્થિક પાસા પર પહોચેલી અસરથી તમામ માહિતગાર છે જ. TV9 Gujaratiનાં ડીજીટલ પ્લેટફોર્મ પરથી આવાજ મુદ્દાઓ સાથે સતત પાંચ કલાક લાઈવ કાર્યક્રમ ચાલશે અને યુથ-પોલીટીક્સ, એન્ટરટેઈન્મેન્ટ, ઈકોનામી, હેલ્થ, સ્પોર્ટ્સ પર મહાનુભાવો પોતાના વિચારોને રજુ કરશે.

અર્થતંત્ર અને આરોગ્ય

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, અજંતા ઓરેવા ગૃપનાં જયસુખ પટેલ, કેડીલા હેલ્થકેરનાં પંકજ પટેલ અને સિનિયર પત્રકાર અજય ઉમટ

સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટનાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, BCCIનાં પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ અને પેરા બેડમિન્ટન પ્લેયર માનસી જોશી

યુથ અને પોલીટીક્સ

સુરતથી મજુરા મતક્ષેત્રનાં યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી, ગુજરાત કોંગ્રેસનાં એક્ઝીક્યુટીવ પ્રેસીડેન્ટ હાર્દિક પટેલ અને સિનિયર પત્રકાર અજય ઉમટ ઉપસ્થિત રહેશે

TV9 Gujaratiનાં ડીજીટલ પ્લેટફોર્મ Facebook અને YouTube પર બપોરનાં ત્રણ વાગ્યાથી આપ આ સમગ્ર કાર્યક્રમને LIVE નિહાળી શકશો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati