ખુશખબર : હવે ગુજરાતમાં થશે કોરોનાના વેરીઅન્ટની ચકાસણી, બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના માધ્યમથી ઉભી થઈ વ્યવસ્થા

ગુજરાતમાં પણ હવે કોરોના વેરીઅન્ટથી ચકાસણીની સુવિધા શરૂ થઈ છે. જેના પગલે હવે રાજ્યના કોરોના વેરીઅન્ટનો પ્રકાર ઝડપથી જાણી શકાશે અને ઝડપથી નિયંત્રણની દિશામાં કામ પણ કરી શકાશે.

  • Updated On - 7:59 pm, Thu, 22 July 21 Edited By: Chandrakant Kanoja
ખુશખબર : હવે ગુજરાતમાં થશે કોરોનાના વેરીઅન્ટની ચકાસણી, બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના માધ્યમથી ઉભી થઈ વ્યવસ્થા
Corona variant will now be tested in Gujarat system set up through Biotechnology Research Center

ગુજરાતના કોરોના( Corona) ના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે . જો કે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલો કોરોના વાયરસ તેના નવા વેરીઅન્ટ(Variant)  સાથે ફરી લોકો પર તેની અસર કરી રહ્યો છે. જેમાં હાલ વિશ્વના અલગ અલગ દેશોમાં કોરોનાના નવા નવા વેરીઅન્ટ જોવા મળી રહ્યા છે. તેવા સમયે ગુજરાતમાં પણ હવે કોરોના વેરીઅન્ટથી ચકાસણીની સુવિધા શરૂ થઈ છે. જેના પગલે હવે રાજ્યના કોરોના વેરીઅન્ટનો પ્રકાર ઝડપથી જાણી શકાશે અને ઝડપથી નિયંત્રણની દિશામાં કામ પણ કરી શકાશે.

આ લેબમાં પ્રતિ માસ 1 હજાર સેમ્પલ ચકાસવાની ક્ષમતા

જેમાં ગુજરાત સરકારે પોતાની ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ના માધ્યમથી આ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં ડેલ્ટા કે કોઇપણ પ્રકારના નવા વેરિઅન્ટની ચકાસણી કરી શકાશે. આ અગાઉ પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં સેમ્પલ મોકલવામાં આવતા હતાં. હવે આ લેબમાં પ્રતિ માસ 1 હજાર સેમ્પલ ચકાસવાની ક્ષમતા છે. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત અન્ય કેટલીક બાયોટેકનોલોજી રીસર્ચ કંપનીઓ સાથે આ માટે કરાર કરવામાં આવ્યા છે. જેના લીધે સેમ્પલ ટેસ્ટિંગની ક્ષમતા પણ વધશે.

કોરોના વાયરસના કુલ 11 વેરિયન્ટ ઓળખાયેલા

હાલ કોરોના વાયરસનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરીઅન્ટને ભારતમાં વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ બે વેરીઅન્ટ સિવાય કોરોના વાયરસના કુલ 11 વેરિયન્ટ ઓળખાયેલા છે. જે પૈકી વૈશ્વિક કક્ષાએ 4 વેરીઅન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્ન (VOC) જાહેર કરાયા છે. જેમાં હાલ બ્રિટન અને અમેરિકા સહિતના લગભગ 100 જેટલા દેશોમાં કોરોનાનો ડેલ્ટા વેરીઅન્ટ જોવા મળ્યો છે. તેમજ તેની બાદ હાલમાં ભારતમાં કેટલાક રાજયોમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ જોવા મળ્યો હતો. તેમજ થોડા સમય પૂર્વે રાજસ્થાનના કોરોનાનો કપ્પા વેરીઅન્ટ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધકોની એક કમિટી બનાવવામાં આવી છે . જેઓ કોરોના  વેરીઅન્ટના  યાદ રહી જાય અને બોલી શકાય તેવા નામ આપવાનું કામ કરે છે. આ કમિટી દ્વારા વેરીઅન્ટને ગ્રીક નામો  જેવા કે આલ્ફા, બેટા, ગામા નામ આપવાનું સૂચન કર્યું હતું. જે પદ્ધતિ હાલમાં વિશ્વભરમાં  ઉપયોગમાં છે.

આ પણ  વાંચો : Bigg Boss OTTનો પ્રથમ પ્રોમો રિલીઝ થયો, VOOT એપમાં હોસ્ટ કરતો જોવા મળશે સલમાન ખાન

આ પણ  વાંચો : સંસદમાં ઉંદરે મચાવ્યો ઉત્પાત, ચીસો પાડી ભાગતા સાંસદોનો વીડિયો વાયરલ 

Click on your DTH Provider to Add TV9 Gujarati