વૃધ્ધાશ્રમ-ભિક્ષુકગૃહમાં રહેતા 45 વર્ષથી મોટા, અન્ય બિમારી ધરાવતા હશે તો આધારકાર્ડ વિના અપાશે કોરોનાની રસી

ગુજરાતમાં આવેલા વૃધ્ધાશ્રમ-ભિક્ષુકગૃહમાં 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિ કે જેઓ અન્ય બિમારી ધરાવતા હશે તો આધારકાર્ડ વિના કોરોનાની વેક્સિન ( Corona vaccine ) આપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.

વૃધ્ધાશ્રમ-ભિક્ષુકગૃહમાં રહેતા 45 વર્ષથી મોટા, અન્ય બિમારી ધરાવતા હશે તો આધારકાર્ડ વિના અપાશે કોરોનાની રસી
ભિક્ષુક ગૃહ વૃધ્ધાશ્રમમાં રહેનાર 45 વર્ષથી મોટા બિમારને આધારકાર્ડ વિના અપાશે રસી

ગુજરાતમાં વૃધ્ધાશ્રમ અને ભિક્ષુકગૃહમાં રહેતા 45 વર્ષથી મોટી ઉમરના વ્યક્તિ, જો કોઈ ગંભીર બિમારી ધરાવતા હોય અને તેમની પાસે આધાર કાર્ડ ના હોય તો કોરોનાની રસી (Corona vaccine) આપવામાં આવતી નહોતી. વૃધ્ધાશ્રમ અને ભિક્ષુકગૃહમાં રહેતા આવા વ્યક્તિની સમસ્યાની જાણકારી મળતા જ ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર વૃધ્ધાશ્રમ અને ભિક્ષુકગૃહમાં રહેતા 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિ ગંભીર બિમારી ધરાવતા હોય તો હવેથી તેમને આધારકાર્ડ વિના પણ કોરોનાની રસી આપવામાં આવશે.

સંવેદનશીલ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં આવેલ ભિક્ષૃક ગૃહ અને વૃધ્ધાશ્રમમાં રહેનાર વ્યકિત કે જેમની ઉમર 45 વર્ષથી વધુ હોય અને તેઓ અન્ય કોઈ ગંભીર બિમારીથી પિડાતા હોય અને તેમની પાસે આધાર કાર્ડ ના હોય તેવી વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪પ વર્ષથી વધુની વયના અને કો-મોરબીડ કે અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન આવી સંસ્થાઓમાં વસવાટ કરતા ૬૦ વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે.

 

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati