અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં Corona vaccine નો જથ્થો પહોંચ્યો. પુણેથી આવેલા કોવિશિલ્ડ રસીના જથ્થાને અસારવા સિવિલના રિજયોનલ સેન્ટરમાં રાખવામાં આવશે. કોરોના રસીના 23 પૈકીના 10 બોક્સ અસારવા સિવિલ હોસ્પિટલમાં જ રહેશે. 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત તબીબી સ્ટાફને સૌ પ્રથમ રસી આપવામાં આવશે.