Gujarat : કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા લંબાવવામાં આવી

રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા વધારવામાં આવી છે.

Gujarat : કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા લંબાવવામાં આવી

રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.15મી ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા તા.31 જુલાઇએ પૂર્ણ થતી હતી તે હવે તા.15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

 

નોંધનીય છે કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે રાજ્ય સરકાર સજ્જ છે. રાજ્યમાં કોરોના વેક્સીન ના પણ અનેક વાર ઉઠી છે. આ વચ્ચે વેપારીઓએ સમય વધારવા માટે સરકારને વિનંતી કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્ર્મણ ઓછું થતા મહાનગરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર કર્યો છે.  8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુનો સમય રાતે 11થી 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati