AMC સંચાલિત હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને દાખલ નથી કરાતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ( AMC operated hospital ) હોસ્પિટલોમાં જગ્યા હોવા છતા, સરકાર સંચાલિત હોસ્પિટલોમાં કોરોનાના (Corona ) દર્દીઓને મોકલાઈ રહ્યાંનો આક્ષેપ

| Updated on: Apr 12, 2021 | 9:23 AM

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે જાહેરાત કરી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ( AMC operated hospital ) એસવીપી હોસ્પિટલમાં ( SVP Hospital, ) કોવિડ 19ના દર્દીઓેને સારવાર આપવા માટે વધુ બેડની સંખ્યા નક્કી કરાઈ છે. પરંતુ 108 માં કોરોનાના ( Corona ) દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં લઈ જવા છતા એસવીપી સહીતની એએમસી સંચાલતિ હોસ્પિટલ વાળા કોવીડના દર્દીઓને દાખલ કરતા નથી.
અમદાવાદમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકારે ગંભીરતાથી એસવીપી સહીતની હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારી છે. પરંતુ જ્યારે 108 દ્વારા દર્દીઓને એએમસી સંચાલિત હોસ્પિટલમાં લઈ જવામા આવે છે ત્યારે જગ્યા ના હોવાનું કહીને અન્ય હોસ્પિટલમાં લઈ જવા કહે છે.
અમદાવાદમાં કોરોનાની વકરેલી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમારની મદદે ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તાને વિશેષ જવાબદારી સોપાઈ છે. એએમસી સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે આ અધિકારીઓને તાકીદ કરાઈ હોવા છતા, એએમસીને બદલે રાજ્ય સરકાર સંચાલિત સિવીલ હોસ્પિટલમાં દર્દીને કેમ મોકલાઈ રહ્યાં છે તે પ્રશ્ન દર્દીઓ અને તેમના સગાઓ ઉઠાવી રહ્યાં છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">