CORONA : નેતાઓને નથી કોરોનાનો ડર, નિયમોની ઐસીતૈસી

CORONA : નેતાઓનો નિયમભંગ હવે એક પરંપરા બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. અને નેતાઓને જાણે કે કોરોનાનો કોઇ ડર જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

| Updated on: Mar 15, 2021 | 9:29 PM

CORONA : નેતાઓનો નિયમભંગ હવે એક પરંપરા બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. અને નેતાઓને જાણે કે કોરોનાનો કોઇ ડર જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટની ગોંડલ પાલિકાના નવા હોદ્દેદારોની વરણી સમયે નેતાઓ અને કાર્યકરો ભાન ભૂલ્યા. અને નિયમોની ઐસીતૈસી કરી નાખી. તો દેવભૂમિ દ્વારકામાં પણ કઇંક આવો જ ઘાટ જોવા મળ્યો. જ્યાં ખંભાળીયા પાલિકાના નવા હોદ્દેદારોની વરણીના ઉત્સાહમાં નેતાઓ અને કાર્યકરોએ ગાઇડલાઇનના ધજાગરા ઉડાડ્યા. અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો. તો આ તરફ અમદાવાદ મનપાના નવા હોદ્દેદારોને આવકારવાની લ્હાયમાં સમર્થકોએ કોરોનાના નીતિ નિયમો નેવા મુક્યા. અને બેફામ બનીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરજિયાત માસ્કના નિયમનો છેદ ઉડાડ્યો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">