કોરોનાએ લગાવી સુરતીઓના ચટાકા પર બ્રેક, સ્ટ્રીટ ફૂડ માટે સુરત મનપાએ આપી નવી ગાઈડલાઈન, મ્યુનિસિપલ કમિશનરે સંક્રમિત ઝોનની મુલાકાત લઈને નવો આદેશ બહાર પડ્યો

સુરતમાં કોરોનાના વધતા કેસોને લઈને હવે સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. શુક્રવારે પણ 150 કેસો નોંધાતા મ્યુનિસિપલ કમિશ્નરે સંક્રમિત ઝોનની મુલાકાત લઈને નવો આદેશ બહાર પડ્યો છે.  સુરતીઓ ખાણીપીણી માટે જાણીતા છે. અનલોક બાદ સુરતમાં હોટેલ રેસ્ટોરેન્ટને મંજૂરી મળી ગઈ છે. પણ સુરતમાં રેસ્ટોરન્ટ કરતા પણ સૌથી વધુ સ્ટ્રીટ ફૂડના શોખીનો જોવા મળે છે, જોકે […]

Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 6:34 PM

સુરતમાં કોરોનાના વધતા કેસોને લઈને હવે સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. શુક્રવારે પણ 150 કેસો નોંધાતા મ્યુનિસિપલ કમિશ્નરે સંક્રમિત ઝોનની મુલાકાત લઈને નવો આદેશ બહાર પડ્યો છે.

 સુરતીઓ ખાણીપીણી માટે જાણીતા છે. અનલોક બાદ સુરતમાં હોટેલ રેસ્ટોરેન્ટને મંજૂરી મળી ગઈ છે. પણ સુરતમાં રેસ્ટોરન્ટ કરતા પણ સૌથી વધુ સ્ટ્રીટ ફૂડના શોખીનો જોવા મળે છે, જોકે સ્ટ્રીટ ફૂડ બાબતે વિક્રેતાઓ અને ખાવાના શોખીન બંનેમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે આ કેસો વધી રહ્યા છે.

સુરત મનપાએ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે નવા 6 આદેશ જારી કર્યા છે.

–હાઈ રિસ્ક ઝોનમાં સ્ટ્રીટ ફૂડની પરવાનગી નહીં આપવામાં આવે, જ્યાં ચાલુ રાખવામાં આવશે ત્યાં એકસાથે બે ગ્રાહકોને ફૂડ નહીં આપવામાં આવે.
–રાત્રે 10 વાગ્યા પછી ફરજીયાત ખાણીપીણીની લારીઓ બંધ રાખવામાં આવશે.
–દરેક નવા કસ્ટમર આવે ત્યારે હાથ સેનિટાઇઝ કરવાના રહેશે. માસ્ક વગર કોઈને પ્રવેશ નહિ આપવામાં આવે.
–બે વિક્રેતાઓ સાથે લારીઓ નહિ ઉભી રાખી શકે. ટેક અવે સિસ્ટમનો અમલ કરવાનો રહેશે.
–રાંદેર અને અઠવા ઝોનમાં શનિવાર અને રવિવારે સ્ટ્રીટ ફૂડ બંધ રહેશે.
–હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોએ પણ આ બાબતે ધ્યાન રાખવાનું રહેશે.

ટૂંકમાં એટલું કહી શકાય કે જે સુરતીઓ ફૂટપાથ પર બેસીને અત્યાર સુધી સ્ટ્રીટ ફુડની મજા લેતા હતા તે હવે બહારનું જમવાનું પણ ઘરે જ બેસીને જમી શકશે. કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનો અગર ચુસ્ત અમલ નથી થતો તો હજુ વધારે કડક પગલા પણ ભરાઈ શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati