Gujarat Corona Update : કોરોનાના કેસમાં ઘટાડો, રીકવરી રેટ વધીને 83.84 ટકા થયો

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 15 મે 9061 કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે 15,076 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે.રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 83.84 ટકા જેટલો થયો છે.

Gujarat Corona Update : કોરોનાના કેસમાં ઘટાડો, રીકવરી રેટ વધીને 83.84 ટકા થયો
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો
Follow Us:
| Updated on: May 15, 2021 | 9:54 PM

Gujarat Corona Update : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 15 મે 9061 કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે 15,076 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે.

9,061 નવા કેસ, 95 મૃત્યુ

રાજ્યમાં આજે 15 મે ના રોજ Corona ના નવા 9,061 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 95 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,35,348 થઇ છે અને મૃત્યુઆંક 9039 થયો છે. અંતર્ગત રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અમદાવાદ : શહેરમાં 12, જિલ્લામાં 0 મૃત્યુ સુરત : શહેરમાં 8, જિલ્લામાં 6 મૃત્યુ વડોદરા : શહેરમાં 5, જિલ્લામાં 4 મૃત્યુ રાજકોટ : શહેરમાં 5, જિલ્લામાં 5 મૃત્યુ જામનગર : શહેરમાં 4, જિલ્લામાં 3 મૃત્યુ જુનાગઢ : શહેરમાં 2, જિલ્લામાં 6 મૃત્યુ ભાવનગર : શહેરમાં 3, જિલ્લામાં 1 મૃત્યુ ગાંધીનગર : શહેરમાં 1, જિલ્લામાં 2 મૃત્યુ

અમદાવાદમાં 2396 કેસ, સુરતમાં 598 કેસ

અંતર્ગત રાજ્યમાં આજે 15 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 2396, સુરતમાં 598 , વડોદરામાં 569 , રાજકોટમાં 274 , જુનાગઢમાં 201, જામનગરમાં 239, અને ભાવનગરમાં 172 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત વડોદરા જિલ્લામાં 465, મહેસાણા જિલ્લામાં 234, રાજકોટ જિલ્લામાં 202, અને અમરેલી જિલ્લામાં 202 નવા કેસો નોંધાયા છે.

કુલ 6 લાખથી વધુ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

રાજ્યમાં 15 મે ના રોજ Coronaથી સાજા થયેલા કુલ 15,076 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 લાખથી વધુ એટલે કે 6,24,107 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 83.84 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,11,263 થયા છે, જેમાં 791 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,10,472 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

આજે 31,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું ગુજરાતમાં આજે 15 મે ના દિવસે 31,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં માત્ર 18 થી 44 ઉમર વર્ગના નાગરિકોનું જ રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજયમાં  6 મહાનગરપાલિકા અને 36 શહેરોમાં રાત્રિ લોકડાઉન નાખવામાં આવ્યું છે. તેમજ દિવસ દરમ્યાન માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. જયારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે સંચાલિત કરવામાં આવી રહી છે, ગુજરાતમાં અત્યારે રાત્રે 8 થી સવારે 6 વાગે સુધી  લોકડાઉન અમલમાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">