કોરોના એલર્ટ : અમદાવાદ કોર્પોરેશન પણ મુક્યો ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર, રસીકરણ માટે પણ અનેક સ્થળોએ વ્યવસ્થા

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો પર કાબુ મેળવવા માટે મહાનગરપાલિકાએ ટેસ્ટિંગ. ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુક્યો છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તમામ વોર્ડમાં કોરોનાના મફત ટેસ્ટીંગ માટેની સુવિધા ઉભી કરી છે.

  • tv9 webdesk33
  • Published On - 15:27 PM, 2 Apr 2021
કોરોના એલર્ટ : અમદાવાદ કોર્પોરેશન પણ મુક્યો ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર, રસીકરણ માટે પણ અનેક સ્થળોએ વ્યવસ્થા
અમદાવાદ કોર્પોરેશન પણ મુક્યો ટેસ્ટિંગ. ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર

ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસથી Corona ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં છેલ્લા સાત દિવસથી દરરોજ કોરોનાના કેસ બે હજારથી પણ વધુ નોંધાઈ રહ્યા છે.

જેમાં પણ કોરોનાની પ્રથમ લહેરમાં Corona નું એપીસેન્ટર રહેલું અમદાવાદ કોરોનાની બીજી લહેરમાં પણ કોરોના સંક્રમણનું એપી સેન્ટર બન્યું છે, જેમાં છેલ્લા ચાર દિવસથી દરરોજ કોરોનાના ૫૦૦ થી વધુ કેસ નોંધાય રહ્યાં છે, જેના પગલે કોરોનાને કાબુમાં લેવા માટે મહાનગર પાલિકા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં Corona ના કેસો પર કાબુ મેળવવા માટે મહાનગરપાલિકાએ ટેસ્ટિંગ. ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુક્યો છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તમામ વોર્ડમાં કોરોનાના મફત ટેસ્ટીંગ માટેની સુવિધા ઉભી કરી છે. જેમાં મહાનગરપાલિકાએ ટેસ્ટીંગ માટે ડોમ ઉભા કર્યા છે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો અને ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના ટેસ્ટીંગની સુવિધા ઉભી કરી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ પર કાબુ મેળવવા માટે કોર્પોરેશણે કોરોના ટેસ્ટીંગની સાથે સાથે કોરોના વેક્સિનની કામગીરીમાં પણ તેજી લાવવાની શરુઆત કરી છે. જેમાં વેક્સિન ઝડપથી લોકોને ઉપલબ્ધ થાય તે હેતુથી મણીનગર સ્વામીનારાયણ મંદિર ખાતે પણ વેક્સીનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના 613 કેસ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદાવાદમાં સૌથી વધુ 613 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા ચાર દિવસથી અમદાવાદ શહેરમાં કોરોનાના ૬૦૦ થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો

અમદાવાદ શહેરમાં કોરોનાને કેસ સતત વધતાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહયો છે. તેમજ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓનું કોન્ટેક ટ્રેસિંગ કરાતા હવે કોરોના ટેસ્ટ કરાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં હાલ 5.5૦ લાખ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. જેમાં ચાર લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જયારે બાકીના લોકોએ બીજો ડોઝ લીધો છે. તેમજ હાલ પણ દરેક વોર્ડમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ છે.