મહેસાણામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોની આવક થઇ બમણી, જાણો કેવી રીતે ?

એક તરફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના 2500થી વધુ ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પોતાની આવક બમણી કરી દીધી છે. મહેસાણાના નંદાસણ નજીક આવેલી હાય ફન ફૂડ કંપની દ્વારા પાંચ વર્ષ અગાઉ જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવવામાં આવે છે.     કંપનીના સંચાલકના જણાવ્યા મુજબ પાંચ વર્ષ અગાઉ કંપની સાથે […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:33 PM

એક તરફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના 2500થી વધુ ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પોતાની આવક બમણી કરી દીધી છે. મહેસાણાના નંદાસણ નજીક આવેલી હાય ફન ફૂડ કંપની દ્વારા પાંચ વર્ષ અગાઉ જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવવામાં આવે છે.

 

 

કંપનીના સંચાલકના જણાવ્યા મુજબ પાંચ વર્ષ અગાઉ કંપની સાથે માત્ર 150 ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કરાર કરીને 750 એકરમાં બટાકા વાવ્યા હતા. જે પાંચ વર્ષ બાદ હવે 2500 ખેડૂતો આ કંપની સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જોડાયા છે. અને 13,000 એકરમાં બટાકાની વાવણી કરીને કામ કરી રહ્યા છે. જે સમગ્ર ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સૌથી વધુ ખેડૂતો સાથે જોડાયેલી એકમાત્ર કંપની છે. આ કંપની 2500 ખેડૂતો પાસેથી 1 લાખ 75 હજાર મેટ્રિક ટન બટાકા ખરીદીને વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. અને ખેડૂતો કંપનીને બટાકા વેચીને સારી આવક મેળવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ભાવ પહેલેથી જ નક્કી કરી દેવાતા હોય છે.. સામાન્ય ખેડૂત 84 હજાર કમાતો હોય તો તેની સામે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતો ખેડૂત 1 લાખ 27 હજાર રૂપિયાની કમાણી કરે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">