કોંગ્રેસમાંથી રાજીનામું આપીને હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા, કમલમ ખાતે ધારણ કર્યો કેસરિયો
કોંગ્રેસનું મોટું માથું ગણાતા હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેઓ રાજીનામું આપ્યા બાદ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ થઇને રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

કોંગ્રેસનું મોટું માથું ગણાતા હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેઓ રાજીનામું આપ્યા બાદ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેમણે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. હિમાંશુ વ્યાસે કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ થઇને રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તેમણે ભાજપમાં જોડાયા બાદ કહ્યું હતું કે હું સંગઠનનો માણસ છું અને સંગઠન જે કામ આપસે તે હું કરીશ.
હિમાંશુ વ્યાસે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી રાજીનામું આપ્યું છે ત્યારે TV9ની ટીમે હિમાંશુ વ્યાસ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, હિમાંશુ વ્યાસે શા માટે રાજીનામુ આપ્યું હતું. તેમના દ્વારા જાણવા મળ્યું કે, કૉંગ્રેસમાં રાષ્ટ્રીય નેતાઓને મળવું ખુબ જ અઘરૂ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે, કૉંગ્રેસમાં રહી ગૂંગળામણ અનુભવતો હતો અને ચમચાગીરી કરી શકું તેમ નહોંતો. સાથે સાથે હિમાંશુ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે, કૉંગ્રેસના મોટા નેતાઓની આજુબાજુના લોકો કાર્યકર્તાને નેતાઓથી દૂર રાખી રહ્યા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..