રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવાને લઈ પ્રદેશ પ્રમુખ પાટીલ અને MLA હર્ષ સંઘવી વિરૂદ્ધ HCમાં અરજી

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ (CR Paatil) સામે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt)માં અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી (Congress leader Paresh Dhanani)એ આ અરજી દાખલ કરી છે.

| Updated on: Apr 15, 2021 | 5:47 PM

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ (CR Paatil) સામે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt)માં અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી (Congress leader Paresh Dhanani)એ આ અરજી દાખલ કરી છે. રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir Injection)નું ખોટી રીતે વિતરણ કરવા બદલ આ અરજી દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ કર્યુ હતું. જે મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

 

 

 

 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એક તરફ રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે, ત્યારે 5000 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શનનું ગેરકાયદેસર વિતરણ કરવા બદલ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghavi)ની વિરૂદ્ધ પરેશ ધાનાણીએ હાઈકોર્ટમાં 36 પાનાની પિટીશન દાખલ કરી છે. સી.આર.પાટીલ વિરૂદ્ધ ઈન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકારના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની માંગ કરાઈ છે. ત્યારે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીની સામે પણ અનઓર્થોરાઈઝ ડિસ્ટ્રિબ્યૂશન ઓફ રેમડેસિવિર ઈન્જેક્શનના મુદ્દે જવાબ માંગવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: MAHARASHTRA : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ PM MODIને લખ્યો પત્ર, જાણો શું શું માંગણીઓ કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">