આજે આપણે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાની જાણકારી મેળવીશું. ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. આ યોજનાનો લાભ કઇ રીતે લઇ શકાય તેની વિગતો જાણીએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ કે કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના 26 જાન્યુઆરી, 1996 થી આરંભ કરેલ છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી કરવામાં આવે છે. આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ તારીખ 2008 થી વીમા નિયામકશ્રી, ગાંધીનગરનાં મારફત અમલમાં છે.
આ પણ વાંચો: Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર
વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર 5 થી 70 વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે.
[yop_poll id=”1″]