જામનગરમાં કોરોના સામે સમાજની લડાઈ, 52 ગામમાં વસતા જ્ઞાતિજનોના ઘરે ઘરે જઈને આરોગ્ય ચકાસ્યા, કોરોના સામે સાવચેત કર્યા

જામનગરમાં કોરોના સામે સમાજની લડાઈ, 52 ગામમાં વસતા જ્ઞાતિજનોના ઘરે ઘરે જઈને આરોગ્ય ચકાસ્યા, કોરોના સામે સાવચેત કર્યા
જામનગરમાં કોરોના સામે સમાજની લડાઈ, 52 ગામમાં વસતા જ્ઞાતિજનોના ઘરે ઘરે જઈને આરોગ્ય ચકાસ્યા

Jamnagar corona : જામનગર શહેર અને જિલ્લામાં પ્રસરી ચૂકેલા કોરોના રોગચાળા સામે લડાઈ લડવા સરકારની સાથેસાથે કેટલાક સમાજે પણ હામ ભીડી હતી. જામનગર જિલ્લાના 52 ગામમાં વસતા ઓશવાલ સમાજના 2000  જ્ઞાતિજનના ઘરે ઘરે જઈને, ઓશવાલ સમાજના ઉપક્રમે તબીબોની ટીમે આરોગ્યની ચકાસણી હાથ ધરી.

Divyesh Vayeda

| Edited By: Bipin Prajapati

May 20, 2021 | 2:57 PM

જામનગર શહેર અને જિલ્લામાં પ્રસરી ચૂકેલા કોરોના રોગચાળા સામે લડાઈ લડવા સરકારની સાથેસાથે કેટલાક સમાજે પણ હામ ભીડી હતી. જામનગર જિલ્લાના 52 ગામમાં વસતા ઓશવાલ સમાજના 2000  જ્ઞાતિજનના ઘરે ઘરે જઈને, ઓશવાલ સમાજના ઉપક્રમે તબીબોની ટીમે આરોગ્યની ચકાસણી હાથ ધરી. જેમાં કોરોના જેલા લક્ષણો જણાય તો તેમને ત્યા જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. જ્યારે કેટલાક ગંભીર કેસમાં હોસ્પિટલમાં દાખલ થવાની ભલામણ કરાઈ. જ્યારે બાકીના સૌને કોરોના સામે સાવચેત કરાયા હતા.

થોડા દિવસો પહેલા, જામનગર જિલ્લામાં કોરોના મહામારી બેકાબુ બની હતી. જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા જામનગરમાં એક સામાજીક સંસ્થા દ્રારા ગામે-ગામે વસતા પોતાના સમાજના લોકોના આરોગ્યની ફરજીયાત તબીબી ચકાસણી કરીને લોકોને સાવચેત કરવામાં આવ્યા. સાથે જ તમામ જરૂરી મદદ માટેનો વિશ્વાસ આપવામાં આવ્યો.

જામનગરમાં ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્રારા ગામડાઓમાં કોરોના કેસ વધતા હોવાથી અનોખી પહેલ કરવામાં આવી. પોતાના સમાજના આશરે 2 હજાર જેટલા લોકો અલગ-અલગ 52 જેટલા ગામડાઓ વસવાટ કરે છે. કોરોનાની સ્થિતીમાં તેમને વધુ મુશકેલી ના થાય તે હેતુથી દરેક લોકોનુ ફરજીયાત તબીબી ચકાસણી શરૂ કરવામાં આવ્યુ.

છેલ્લા 20 દિવસ શરૂ કરાયેલી કામગીરીમાં ઘરે-ઘરે જઈને તેમને તબીબી ચકાસણી કરવામાં આવી. ખાસ ટીમ તૈયાર કરી જેમાં ડોકટર સાથેની ટીમ દરેક લોકોના ઘરે સુધી પહોચીને તેમની ચકાસણી કરે. જેમાં સુગર, બીપી, તાવ, શરદી, ઓકસીજન લેવલ સહીતની ચકાસણી કરીને દરેક સ્વાસ્થય કાળજી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તકલીફ જણાય તો તેમને ત્યાં જ દવા આપવામાં આવે છે.

સાથે હાલ સ્વાસ્થ હોવા છંતા કોરો વિશે સાવચેત કરીને કોઈ પણ લક્ષણ જણાય તો જામનગર ખાતે કોવીડ કેર સેન્ટરની સંપર્ક કરવાનો અપીલ કરવામાં આવે છે. આગામી દિવાસો પણ કોઈ એક વ્યકિતને કોરોના લક્ષણ જણાય તો તેની સમય યોગ્ય સારવાર આપવામા આવે, સંક્રમણને ફેલાવતા અટકાવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

સંસ્થા દ્રારા જામનગરમાં કોવીડ કેર સેન્ટર આશરે 1 માસથી કાર્યરત કરવામાં આવ્યુ છે, જયા તબીબ, નર્સીગ સ્ટાફ, સ્વયંસેવકો, કોરોનાના દર્દીની સેવા કરે છે. અને દર્દીઓ ત્યાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તેની સાથે ઓકસીજન, દવા, ભોજનની, ફુટ, કાવા, એમ્બ્યુલન્સ સુધીની સેવા આપવામાં આવે છે.

ગામડે-ગામડે ટીમ મોકલીને દરેક સભ્યનુ ફરજીયાત આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. સાથે આરોગ્યલક્ષી મુશકેલી થાય તે માટે સંપર્ક નંબર આપી સાથે જાગૃત કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવા આવે છે. જે સેવાને સમાજના લોકો પણ બીરદાવે છે.

સામાન્ય રીતે કોઈને કોરોના થાય અથવા કોઈ લક્ષણ હોય તેમને આરોગ્યલક્ષી સેવા આપવામાં આવે છે. પરંતુ હાલ ગામડામાં કોરોનાનુ સંક્રમણ ના વધે અને લોકો સલામત રહે તે હેતુથી સંસ્થા દ્રારા સમાજના દરેક લોકોને ગામડે-ગામડે તેમના ઘરે આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati