Ahmedabad શાળા સંચાલક મંડળનો સરાહનીય પ્રયાસ, ખાનગી શાળાઓનું એનઓસી લિસ્ટ ફાયર વિભાગને સોંપ્યું

Ahmedabad શાળા સંચાલક મંડળ દ્વારા 1900 ઉપરાંત શાળાનું લિસ્ટ તૈયાર કરી ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવ્યું છે. જે લિસ્ટમાં 853 બિલ્ડીંગોમાં 1900 ઉપર શાળાઓ કાર્યરત હોવાનો ઉલ્લેખ કરાયો છે.

Ahmedabad શાળા સંચાલક મંડળનો સરાહનીય પ્રયાસ, ખાનગી શાળાઓનું એનઓસી લિસ્ટ ફાયર વિભાગને સોંપ્યું
File Photo
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 26, 2021 | 8:12 PM

Ahmedabad શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર બ્રિગેડને શહેરના ઝોન અને વિસ્તાર પ્રમાણે એક લિસ્ટ બનાવીને આપ્યું છે. જેમાં કેટલી શાળા પાસે ફાયર એનઓસી(Fire Noc) છે કે નહીં તે અંગેનું લિસ્ટ બનાવી આપ્યું છે. જેથી ખોટી રીતે કોઈને હેરાનગતિ કરવામાં ન આવે અને ફાયર બ્રિગેડ વિભાગની કામગીરી પણ ઝડપી બને. તેમજ આ લિસ્ટ માત્ર 24 કલાકમાં શાળા સંચાલક મંડળ દવારા તૈયાર કરીને આપવામાં આવ્યું છે.

ફાયર બ્રિગેડે  11 દિવસમાં 3200 એકમને નોટિસ આપી 

જેમાં એએમસીએ પ્રથમ ચરણમાં બીયુ પરમિશન વગર ચાલતા એકમો સામે કાર્યવાહી શરૂ કરી સાથે જ ફાયર સેફટી સર્ટિફિકેટ વગર ચાલતા એકમો સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા 11 દિવસમાં 3200 ઉપરાંત લોકોને નોટિસ આપવામા આવી. તેવા સમયે અમદાવાદ શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર બ્રિગેડને શહેરના ઝોન અને  વિસ્તાર  પ્રમાણે એક લિસ્ટ બનાવીને આપ્યું છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

લિસ્ટ માત્ર 24 કલાકમાં શાળા સંચાલક મંડળે આપ્યું 

શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર બ્રિગેડને કેટલી શાળા પાસે ફાયર એનઓસી (Fire Noc)એટલે કે ફાયર સર્ટિફિકેટ છે કે નહીં તે અંગેનું લિસ્ટ બનાવી આપ્યું છે. જેથી ખોટી રીતે કોઈને હેરાનગતિ કરવામાં ન આવે અને ફાયર બ્રિગેડ વિભાગની કામગીરી પણ ઝડપી બને.આ લિસ્ટ માત્ર 24 કલાકમાં શાળા સંચાલક મંડળ દવારા તૈયાર કરીને અપાયુ છે.શાળા સંચાલક મંડળે ફાયર બ્રિગેડ વિભાગને ખાનગી શાળાઓનું લિસ્ટ બનાવીને આપ્યું છે.

1900 ઉપર શાળા માંથી 54 ટકા પાસે એનઓસી

જેમાં 1900 ઉપરાંત શાળાનું લિસ્ટ તૈયાર કરી ફાયર બ્રિગેડ વિભાગને આપવામાં આવ્યું છે. જે લિસ્ટમાં 853 બિલ્ડીંગોમાં 1900 ઉપર શાળાઓ કાર્યરત હોવાનો ઉલ્લેખ કરાયો છે. જે 1900 ઉપર શાળા માંથી 54 ટકા પાસે એનઓસી છે. જ્યારે 33 ટકા શાળાની પ્રક્રિયા પ્રોસેસમાં છે તો 9 ટકા શાળાએ ક્યારેય એનઓસી લીધી નથી અને 3 ટકા શાળા એવી છે કે તેમને એકવાર એનઓસી લીધા બાદ બાદમાં ક્યારેય એનઓસી રીન્યુ કરાવ્યું જ નથી. આ પ્રકારની તમામ આંકડાકીય માહિતી શાળા સંચાલકોએ ઝોન અને વિસ્તાર પ્રમાણેની શાળા આધારે તૈયાર કરીને આપ્યું છે.

24 કલાકમાં લિસ્ટ બનાવી શાળા સંચાલક મંડળે ફાયર વિભાગને સોંપ્યું

24 કલાકમાં લિસ્ટ બનાવી શાળા સંચાલક મંડળે ફાયર વિભાગને સોંપ્યું. જે કામ તંત્રે કરવું જોઈએ તે કામ શાળા સંચાલક મંડળે કરીને આપ્યું. કેમ કે સરકારી ચોપડે શાળાઓની નોંધણી થતી હોય છે અને તેમાં એનઓસી બાબતની એન્ટ્રી કરવામાં આવે તો તમામ માહિતી સરકાર પાસે રહે અને કોઈ મુશ્કેલ ઉભી ન થાય. આ ડેટા પરથી ફાયર વિભાગને શાળાને નોટિસ આપવામાં તેમજ શાળા સંચાલકોને પ્રક્રિયા કરવામાં સરળતા રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

ત્યારે આજ પ્રકારના લિસ્ટ સરકારી શાળા, સરકારી કચેરી, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહિતના એકમો, એસોસિએશનના સભ્યો તૈયાર કરીને રાખે તો ઘણી ખરી કામગીરી તંત્ર અને સંચાલકોની ઓછી થઈ શકે તેવુ શાળા સંચાલક મંડળ માની રહ્યા છે. આ સાથે જ કામગીરી પણ સરળ બની રહેશે અને તે સમયની પણ માંગ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે અને કોરોના કાળ પૂર્વે હોસ્પિટલ અને અન્ય ઇમારતોમાં બનેલી આગની દુર્ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. જે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટે અનેક ટકોર કરતા તંત્ર કામે લાગ્યું. જે કામગીરીના ભાગ રૂપે અમદાવાદ કોર્પોરેશને શહેરમાં બીયુ પરમિશન વગર અને ફાયર એનઓસી વગર ચાલતા એકમો સામે તવાઈ બોલાવી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">