GANDHINAGAR : સ્ક્રેપ પોલિસીના લોન્ચિંગમાં CMનું નિવેદન, રાજ્યમાં 2025 સુધીમાં 2.8 કરોડ વાહનો સ્ક્રેપ થશે

National Automobile Scrappage Policy : આ પોલિસી ઓટોમોટીવ સેક્ટરમાં એક સર્ક્યુલર ઇકોનોમીના રૂપે કામ કરશે અને જુના તેમજ ખરાબ વાહનોની સંખ્યામાં પણ મોટો ઘટાડો કરશે.

GANDHINAGAR : સ્ક્રેપ પોલિસીના લોન્ચિંગમાં CMનું નિવેદન, રાજ્યમાં 2025 સુધીમાં 2.8 કરોડ વાહનો સ્ક્રેપ થશે
CM Vijay Rupani's statement on launch of scrap policy that 28 million vehicles will be scrapped in the state by 2025
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 1:23 PM

GANDHINAGAR : આજે 13 ઓગષ્ટે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે રોકાણકારોની સમિટ (Investor Summit 2021) નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરી. આ સંમેલનમાં સૌથી પહેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ નીતિન ગડકરીએ સંબોધન કર્યું હતું અને ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું.

મુખ્યપ્રધાને કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની આ સંયુક્ત પહેલ આત્મનિર્ભર ભારત અભિયાનમાં અતિ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે તેમજ ગ્લોબલ ઓટોમોબાઇલ રીસાયકલીંગ સેક્ટરમાં ભારતની સ્થિતિને નવેસરથી પરિભાષિત કરશે.

CM રૂપાણીએ કહ્યું ગુજરાત ભારતના સૌથી મોટા ઓટોમોબાઇલ હબમાંથી એક છે. ગુજરાતમાં ઘણી મોટી કંપનીઓ જેમકે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી તેમજ અન્ય ઘણી મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મોટા ઓટોમોબાઇલ નિર્માતાઓની સાથે રાજ્યમાં વાહનોની સંખ્યમાં પણ મોટો વધારો થયો છે. આ માટે આ જરૂરી બની ગયું છે કે આપણે જુના વાહનોને સ્ક્રેપ કરવા માટે આગળ આવીએ અને આ માટે સુવિધાઓ પણ વિકસાવીએ.

આ પોલિસી ઓટોમોટીવ સેક્ટરમાં એક સર્ક્યુલર ઇકોનોમીના રૂપે કામ કરશે અને જુના તેમજ ખરાબ વાહનોની સંખ્યામાં પણ મોટો ઘટાડો કરશે.આ સાથે જ તેમણે કહ્યું કે આ સ્ક્રેપ પોલિસી અંતર્ગત રાજ્યમાં 2025 સુધીમાં 2.8 કરોડ વાહનો સ્ક્રેપ કરવામાં આવશે.

આ પણ વાંચો : GANDHINAGAR : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું નિવેદન, સ્ક્રેપીંગ પાર્કથી 50 હજાર રોજગારીનું સર્જન થશે

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">