Gujarat માં જન સુખાકારી દિન અંતર્ગત સીએમ રૂપાણીએ 5001 કરોડના 417 વિકાસ કામોની જનતાને ભેટ આપી

રવિવારે આઠમા દિવસે શહેરી જન સુખાકારી દિવસમાં રાજ્યભરમાં ૪૧ સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં એકસાથે ૩૮૩૯.૯૪ કરોડના ૨૪૭ કામોના ખાતમુહૂર્ત અને ૧૧૬૧.૧૮ કરોડના ૨૨૪ કામોના લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

Gujarat માં જન સુખાકારી દિન અંતર્ગત સીએમ રૂપાણીએ 5001 કરોડના 417 વિકાસ કામોની જનતાને ભેટ આપી
CM Rupani presents 417 development works worth Rs 5001 crore to the people in Gujarat under Jan Sukhkari Day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 7:52 PM

ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) એ શહેરી જન સુખાકારી દિન અન્વયે રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત અંતર્ગત ૫૦૦૧ કરોડના ૪૭૧ જેટલા વિકાસ કામોની ભેટ રાજ્યની જનતાને આપી હતી. પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના ધ્યેય સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યવ્યાપી જનસેવા કામોનું યજ્ઞનું અનુષ્ઠાન આદર્યું છે.

જેમાં રવિવારે આઠમા દિવસે શહેરી જન સુખાકારી દિવસમાં રાજ્યભરમાં ૪૧ સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં એકસાથે ૩૮૩૯.૯૪ કરોડના ૨૪૭ કામોના ખાતમુહૂર્ત અને ૧૧૬૧.૧૮ કરોડના ૨૨૪ કામોના લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે , આ પ્રજાહિતના વિકાસ કામો અમે જનતા જનાર્દને અમને સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી. સાફ નિયત, નેક નીતિ થી કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ,સરકારો ચૂંટાયા પછી સત્તાના મદમાં આવી જતી હોય તેવું ભૂતકાળના વર્ષો સુધીના શાસનનોમાં જનતાએ જોયુ છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

તેમણે વધુમાં જણાવ્યું કે પ્રજા વર્ગો, સમાજ,માનવી, ગરીબ, પીડિત, વંચિત, શોષિત દરેક વ્યક્તિને આપણી સરકારની અનુભૂતિ થાય તેવી સંવેદના સાથે અનેક ફટાફટ નિર્ણય કરીને જનભાગીદારીથી ચાલતાં સુશાસનની પ્રણાલીને દેશનું મોડલ બનાવી છે.

મુખ્યમંત્રી વિજયરૂપાણી રાજ્યમાં નગરો મહાનગરોનો વિકાસ સમયબદ્ધ આયોજન બદ્ધ અને ઝડપી પારદર્શિતા સાથે થઈ રહ્યો છે તેની છણાવટ કરતા નગરો મહાનગરોના તંત્ર વાહકોને આહવાન કર્યું કે, તાકાત હોય એટલા વિકાસકામો કરો નાણાંની જરૂરિયાત રાજ્ય સરકાર પૂર્ણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી જનસુખાકારી દિવસે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી .

તેમણે આ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળે વધુ રોજગારી નિર્માણ થાય અને આર્થિક સમૃદ્ધિ વધે તેવા બહુવિધ વિકાસ અભિગમ ને કેન્દ્ર સ્થાને રાખી આપણે આ ક્રાંતિકારી નિર્ણય કર્યા છે. આ અંગે વધુમાં જાહેર કર્યું કે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે મંજૂર કરાયેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે સત્તા મંડળ માં સમાવિષ્ટ હોય તેવા પાર્કને હવે થી ૪૦ ટકાને બદલે ૨૫ ટકા કપાત કરવામાં આવશે .

આના પરિણામે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ને પંદર ટકા ઓછી કપાત આપવાની થશે. અને આ વિસ્તારમાં વધુ વિકાસ થઇ શકશે. મુખ્યમંત્રીશ્રીએ આ ક્રાંતિકારી નિર્ણય અંગે એમ પણ જણાવ્યું કે, આવી ૧૫ ટકા કપાત વાળી જમીન ઉપર ગ્રીન કવર, ગ્રીન પ્લાન્ટેશન, પબ્લિક ગાર્ડન, પ્લે ગ્રાઉન્ડ, માર્કેટ, મિલ્ક ડેરી, રિક્રિએશન,રેસ્ટોરન્ટ ,આર્થિક રીતે નબળા વર્ગના લોકો ના આવાસ માટે કે તેવા જાહેર હેતુ માટે જરૂરિયાત મુજબ સત્તામંડળ નિર્દિષ્ટ કરી શકશે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ અને બેચરાજી શહેર ના વિકાસ નકશા ના ફાઇનલ નોટીફિકેશન ને મંજૂરી આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે આ વેળાએ ગૌરવ સહ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૫૦ થી વધુ ટી.પી. સ્કીમ સંપૂર્ણ પારદર્શિતાથી મંજૂર કરી છે ,એટલું જ નહીં એક પણ શહેરનો વિકાસ નકશો ફાઇનલ નોટીફિકેશન માટે પેન્ડિંગ નથી.

મુખ્ય મંત્રીએ રાજ્યના નગરોમાં સીટીઝન સેન્ટ્રિક સેવાઓ નાગરિકોને સરળતા એ ઘરે બેઠા મળી શકે તે માટે ડિજિટલ ક્રાંતિના વિનિયોગથી “ઇ- નગર” મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">