Gandhinagar: દિવાળી પૂર્વે સરકારી કર્મચારીઓને ભેટ, 560 સરકારી આવાસોનું CM ના હસ્તે લોકાર્પણ

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે 'વીર ભગતસિંહ નગર’ વસાહતમાં ‘બી’ અને ‘સી’ ટાઇપના કુલ 560 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આવાસોનું આજે લોકાર્પણ કર્યું.

Gandhinagar: દિવાળી પૂર્વે સરકારી કર્મચારીઓને ભેટ, 560 સરકારી આવાસોનું CM ના હસ્તે લોકાર્પણ
CM Bhupendra Patel inaugurates 560 government houses for government employees in Gandhinagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 12:45 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટેના આવાસોનું લોકાર્પણ કર્યું છે. 149.80 કરોડના ખર્ચે નવનિર્મિત 560 બહુમાળી આવાસોનું લોકાર્પણ દિપાવલીના પર્વ પ્રારંભે થતા કર્મચારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો રાજ્ય સરકાર તરફથી સરકારી કર્મચારીઓને દિપાવલી ભેટ અર્પણ કરાઈ છે.

મુખ્યમંત્રીએ આવાસોના લોકાર્પણ વેળાએ એક દિકરી પાસે કુંભ ઘડો મૂકાવી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે ‘સી’ ટાઇપ આવાસ બ્લોકની CM એ પ્રત્યક્ષ મૂલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ આવાસોમાં પૂરી પાડવામાં આવેલી સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતું.

જણાવી દઈએ કે આ આવાસોમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ, ફિક્સ ફર્નીચર, PNG ગેસ પાઇપ લાઇન કનેકશન, લિફટ, ફાયર સેફટી સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, વિશાળ પાર્કિંગ અને સિક્યુરિટી કેબિન જેવી અદ્યતન સવલતો પણ પૂરી પાડવામાં આવી છે. આ બાબતે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

CM એ આવાસ ફાળવણી પત્રોનું પ્રતિક રૂપે પાંચ લાભાર્થી કર્મયોગીઓને વિતરણ કર્યુ હતું. સરકારી વસાહતોને રાષ્ટ્રવીરોનું નામાભિધાન આપવાની નવતર પરંપરા રૂપે આ 560 આવાસોની વસાહતને ‘‘વીર ભગતસિંહ નગર’’ નામ આપવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ ‘બી’ ટાઇપના 280 અને ‘સી’ ટાઇપના 280 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વસાહતના લોકાર્પણ કાર્યક્રમમાં માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા. ઉપરાંત સાંસદ નરહરિ અમીન, ગાંધીનગરના નવનિયુકત મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જશવંત પટેલ, સચિવ સંદીપ વસાવા, મુખ્ય ઇજનેર પટેલિયા અને નગરસેવકો, અગ્રણીઓ, શહેર પ્રમુખ રૂચિરભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા. દિપાવલી પર્વ પ્રસંગે સરકારી આવાસની ફાળવણી થવાથી ખૂશહાલ કર્મયોગીઓ તથા તેમના પરિવારજનો આ લોકાર્પણ પ્રસંગે સહભાગી થયા હતા.

આ પણ વાંચો: દિવાળી પહેલા પ્રજાને વધુ એક ડામ: CNG – PNG ના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે ભાવમાં કર્યો વધારો

આ પણ વાંચો: T20 World Cup: ધોની ને પાછળ છોડીને ઇયોન મોર્ગન આ મામલે થઇ ગયો આગળ, મેળવી આ ખાસ ઉપલબ્ધી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">