સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્રાંગધ્રા નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી

ધ્રાંગધ્રા નગરમાં આ ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થતાં નાગરિક સુવિધામાં વૃદ્ધિ થશે. ધ્રાંગધ્રા નગરપાલિકાએ આ ભૂગર્ભ ગટર યોજના માટે ૮૦ કિ.મી. કલેકટીંગ સીસ્ટમ સાથેના ૧૯.ર૭ કરોડ રૂપિયાના અંદાજો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યા હતા તેને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્રાંગધ્રા નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી
CM Bhupendra Patel gives in-principle approval to Dhrangadhra Municipality's underground sewerage project
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Oct 04, 2021 | 4:23 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ધ્રાંગધ્રાના નગરજનો માટે જનસુવિધા હિતકારી નિર્ણય, સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાના ૧૯.ર૭ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપતા છ હજાર ઘરોને મળશે લાભ.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ધ્રાંગધ્રાની ભૂગર્ભ ગટર યોજના અન્વયે સીવર કલેકટીંગ સિસ્ટમ- મેનહોલ-હાઉસ કનેકશન ચેમ્બર તેમજ પમ્પીંગ સ્ટેશનનો સમાવેશ કરાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરમાં નગરપાલિકાના ૧૯.ર૭ કરોડ રૂપિયાના ભૂગર્ભ ગટર યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ભૂગર્ભ ગટરના કામોની મંજૂરી ભૂપેન્દ્રભાઇ પટેલે આપી છે.

ધ્રાંગધ્રા નગરમાં આ ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થતાં નાગરિક સુવિધામાં વૃદ્ધિ થશે. ધ્રાંગધ્રા નગરપાલિકાએ આ ભૂગર્ભ ગટર યોજના માટે ૮૦ કિ.મી. કલેકટીંગ સીસ્ટમ સાથેના ૧૯.ર૭ કરોડ રૂપિયાના અંદાજો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યા હતા તેને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તદઅનુસાર, આ ભૂગર્ભ ગટર યોજનાના ઘટકોમાં સીવર કલેકટીંગ સિસ્ટમ, મેનહોલ, હાઉસ કનેકશન ચેમ્બર તથા પમ્પીંગ સ્ટેશનનો સમાવેશ થવાનો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આકાર પામનારી ધ્રાંગધ્રા નગરની આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ ૬ હજાર જેટલા ઘરોને મળશે.

એટલું જ નહિ, નગરપાલિકામાં હાલ જનરેટ થતા પાંચ એમ.એલ.ડી સીવેજમાં આ ભૂગર્ભ ગટર યોજનાના કામો પૂર્ણ થવાથી વધુ ૩ એમ.એલ.ડી સીવેજ જનરેટ થશે અને સ્વચ્છતા-સફાઇમાં વધુ વેગ આવશે.

આ પણ વાંચો : RAJKOT : ઇમ્પિરીયલ હોટેલના એ રૂમનો વિડીયો કોણે ઉતાર્યો,આ રહસ્ય હજુ પણ છે અકબંધ

આ પણ વાંચો : Gandhinagar : ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 ભરતી કરાશે : ગૃહ રાજ્યમંત્રી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati