પતંગ ચગાવો- સેલ્ફી ખેંચો અને TV9 ગુજરાતી પર જુઓ તમારો ફોટો, જાણો કેવી રીતે

પતંગ ચગાવો- સેલ્ફી ખેંચો અને TV9 ગુજરાતી પર જુઓ તમારો ફોટો, જાણો કેવી રીતે

તમારી ઉત્તરાયણને યાદગાર બનાવવામાં તમારો સાથ આપશે TV9 ગુજરાતી. 

સ્વાભાવિક છે કે 14 અને 15 જાન્યુઆરી તમે ધાબા પર ધિંગામસ્તી કરવામાં મસ્ત રહેશો. અને હજી આજનો દિવસ ઉત્તરાયણની શોપિંગ કરતા હશો. પતંગ-દોરીથી લઈને ઉત્તરાયણને લગતી વાનગીઓ પણ તમે આજે ખરીદશો. ત્યારે TV9 ગુજરાતી તમારી ઉત્તરાણયની ઉજવણીને યાદગાર બનાવશે, લોકો સુધી તમારા ફોટોગ્રાફ્સ પહોંચાડીને.

TV9 ગુજરાતીની આ પહેલમાં અમે અમારી વેબસાઈટ અને ટીવી ન્યૂઝ ચેનલ પર ઉત્તરાયણનો માહોલ દર્શાવતા ફોટોઝ બતાવીશું. એના માટે તમારે કંઈ મહેનત નથી કરવાની.

કરવાનું માત્ર એટલું છે કે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને માત્ર 30 સેકન્ડ્સમાં જ તમે પાડેલો ફોટો કે સેલ્ફી અપલોડ થઈ જશે tv9gujarati.in પર.

ફોટો અપલોડ કરવા અહીં ક્લિક કરો

આ લિંક પર ક્લિક કરશો એક બોક્સ ખૂલશે. ત્યાંથી તમે ફોટો અપલોડ કરી શકશો. ફોટો અપલોડ કરવા માટેના સ્ટેપ્સ આ પ્રમાણે છે:

Step 1

Step 2

Step 3

Step 4

 

Step 5

TITLE સેક્શનમાં તમારી સાથે ફોટોમાં અન્ય લોકો હોય તો તેમના નામ અથવા તો તે ફોટો વિશે એક લાઈનમાં તમે જે કહેવા માગો કે તે ફોટો કયા વિષય પર છે તે લખો. ત્યારબાદ Categoryમાં તમારો જિલ્લો પસંદ કરો અને ત્યારબાદ જે ફોટો અપલોડ કરવો હોય તે પસંદ કરો

TITLE સેક્શનમાં તમારી સાથે ફોટોમાં અન્ય લોકો હોય તો તેમના નામ અથવા તો તે ફોટો વિશે એક લાઈનમાં તમે જે કહેવા માગો કે તે ફોટો કયા વિષય પર છે તે લખો. ત્યારબાદ Categoryમાં તમારો જિલ્લો પસંદ કરો અને ત્યારબાદ જે ફોટો અપલોડ કરવો હોય તે પસંદ કરો

Step 6

 

Step 7

Step 8

તમે માત્ર તમારો ફોટો જ નહીં પરંતુ અન્ય લોકોએ પણ અપલોડ કરેલા ફોટો અહીં જોઈ શકશો. સાથે જ 14 અને 15 જાન્યુઆરીએ દિવસભર TV9 ગુજરાતીની ટીવી ન્યૂઝ ચેનલ પર દર થોડા સમયે તમારા ફોટો, તમારું નામ અને તમારા શહેરનું નામ જોઈ શકશો.

આવા ફોટો તમે અપલોડ કરી શકશો:

ઉત્તરાયણને લગતી કોઈ પણ ખરીદી કરતો ફોટો

ઉત્તરાયણનો મૂડ દર્શાવતો કોઈ પણ સારો ફોટો તમે અપલોડ કરી શકો છો

ઉત્તરાયણ માટેની ખાસ વાનગીઓની તૈયારી કરતો ફોટો

પતંગ ચગાવતા, ફીરકી પકડતો કે પછી લપેટ..ની બૂમો પાડતો

કે માત્ર ગોગલ્સ કે હેર વિગ પહેરેલો ફોટો

કોઈને પતંગની છૂટ અપાવતો ફોટો

કે ધાબા પર ગરબા કે ડાન્સ કરતો ફોટો

ટૂંકમાં, તમે ઉત્તરાયણની કેવી રીતે ઉજવણી કરો છો તે આખાયે ગુજરાત અને દેશ-વિદેશ સુધી પહોંચાડવાનો આ મોકો છો. તો ચાલો, કરી દો શરૂઆત અને મોકલો તમારી ઉત્તરાયણની મોજના ફોટોઝ.

Click on your DTH Provider to Add TV9 Gujarati