VIDEO: સુરતના મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

VIDEO: સુરતના મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

સુરતમાં મહાનગરપાલિકાની કચેરી બહાર સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. એક હજારથી બારસો જેટલા સફાઈ કર્મચારીઓએ મહાનગરપાલિકાની કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કર્મચારીઓની હાજરી પુરવા માટે બાયોમેટ્રીક પદ્ધતિનો અમલ કરવાનો છે. આ બાયોમેટ્રીક પદ્ધતિને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે તેવી માગ સાથે સફાઈ કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો. તો 250 જેટલા કર્મચારીઓની ખોટી રીતે બદલી કરવામાં આવી હોવાનો પણ સફાઈ કર્મચારીઓએ આરોપ લગાવ્યો.

આ પણ વાંચોઃ World Cup 2019: ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પહેલા હોટલમાં ફેન્સથી પરેશાન છે ટીમ ઈન્ડીયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરોધ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓની માગ છે કે સમાન કામ કરતા કર્મચારીઓને સમાન વેતન આપવામાં આવે, જ્યારે મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કર્મચારીઓની જગ્યા ખાલી પડેલી છે. આ જગ્યાઓ પર સફાઈ કર્મચારીઓની નવી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. સુરત મહાનગરપાલિકાની કચેરી બહાર વિરોધ કરનાર સફાઈ કર્મચારીઓ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસો તેઓ ભૂખ હડતાળ પર ઉતરીને વિરોધ નોંધાવશ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati