“અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” આ બાળકલાકારની હિંમતને કરવી પડશે સલામ !! આંખમાં આવી જશે આંસુ !!

વલસાડના મિસ્ત્રી પરિવારનો શિવ નામનો બાળક જ્યારે તે સ્કૂલમાં હતો. ત્યારે તે ગુજરાતી ગરબા રમવામાં ખૂબ માહિર હતો. જેથી તેના હિતેચ્છુઓ આ બાળક આગળ જઇ નામના કરશે તેવી આશા હતી.

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ બાળકલાકારની હિંમતને કરવી પડશે સલામ !! આંખમાં આવી જશે આંસુ !!
Salute to the courage of this child artist !! Tears will come to my eyes !!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 4:52 PM

એક સાધારણ કુટુંબના એક બાળકને રંગમંચની ચકાચૌંધ દુનિયામા જવા માટેની સફર તો શરૂ કરી, પરંતુ કમનસીબે સફળતાના શિખરે પહોંચતા પહેલા જ રસ્તો બદલાય ગયો, પગમાં ખોડ આવી જતા જ ફિલ્મી દુનિયાએ બાળકનો હાથ છોડી દીધો, પણ દેશ દુનિયામા નામના કરવાનું લક્ષ રાખતા આ યુવકનો હાથ તિરંદાજી કોચે પકડી લીધો.

જીવનમાં દરેકને ધારી સફળતા મળતી નથી. ધ્યેયને પામવા માટેનું જે લોકો લક્ષ બનાવે છે. અને તેમાં સફળતા ના મળે તો કેટલાક લોકો નાસીપાસ નિરસ બની જતા હોય છે. પણ વલસાડનો એક બાળક જેને ફિલ્મ લાઇનમા જઇ નામના મેળવવી હતી. તે યુવકને શારીરિક ખોડ આવી જતા તેને ફિલ્મની ચમકદાર દુનિયામાં જવા માટે હવે રોક લાગી ગઈ છે.

વલસાડના મિસ્ત્રી પરિવારનો શિવ નામનો બાળક જ્યારે તે સ્કૂલમાં હતો. ત્યારે તે ગુજરાતી ગરબા રમવામાં ખૂબ માહિર હતો. જેથી તેના હિતેચ્છુઓ આ બાળક આગળ જઇ નામના કરશે તેવી આશા હતી. કેબલ ઓપરેટરનો ધંધો કરતા તેના પિતા પણ શિવ જીવનમાં કંઇક કરી બતાવશે તેવી આશા રાખતા હતા. અને શિવ પણ લોકો અને પરિવારના પ્રોત્સાહને લઈ સફળતાની કેડીએ ચાલી પડ્યો. તેને પ્રથમ ટેલી ફિલ્મોમાં કામ કરવા માટે ઓડિશન આપ્યા અને તેમાં તેને સારી એવી સફળતા મળી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

બાળ કલાકાર શિવ મિસ્ત્રીની ટેલિવિઝનની સફળ સફર 

2009 જી ટીવીના લિટલ માસ્ટર માટે ઓડિશન આપ્યું .ત્યાર બાદ શિવ મુંબઇ જઇ ઍક્ટિંગ માટે ઓડિશન આપ્યું. 2010 મા શિવને અનાથ નામની ટેલી ફિલ્મમા કામ કર્યું અને ત્યાર બાદ સફળતાની શરૂઆત થઈ 2012 મા ભૂત આયા નામની સીરિયલમા કામ કર્યું 2013-14 ના સમય ગાળામા તેને બાલવીર, તારક મહેતા કા ઉલટા ચશ્મા ,અશોકા ,બાલિકા વધુ,સીઆઈડી, ક્રાઈમ પેટ્રોલ, જેવી 17 જેટલી ટીવી સીરીયલોમા કામ કર્યું. 2017 મા છેલ્લે એક વેબ સિરીઝમા કામ કરતો હતો તે વખતે તેને ચાલવામાં તકલીફ પાડવા લાગી. જેને લઇ તેને અલગ અલગ ડોક્ટરો પાસે જઈ નિદાન કરાવ્યું . ડોક્ટરોના નિદાન બાદ જાણવા મળ્યું કે ન્યુરોલોજીકલ એટેક્સીયાં હાઈ સ્ટેપિંગની અસર છે. ડોક્ટરોને ઓપરેશન કરવું જોખમકારક હોવાનું જણાવતા બાળ કલાકારને તેનું ફિલ્મ લાઇનમાં ભાવિ ધૂંધળું હોવાનું લાગવા લાગ્યું. શિવને કામ મળતું બંધ થયું. શિવ ઘરે બેસી મુંઝાવા લાગ્યો, પણ તેની હિંમત અટલ હતી, તેને જીવનમાં કંઇક કરવુંનજ છે તેવી એક નેમ તેના મનમા હતી જ. જેથી એવું કંઈક કરવું છે કે જે ફિલ્ડમાં તે દેશ અને દુનિયામાં નામના મેળવે.

બસ આજ વિચાર સાથે તેને તિરંદાજ રમતમા નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આ વાત જ્યારે નસવાડી તાલુકામા આવેલ તિરંદાજ એકેડેમીના કોચને મળ્યો. કોચે જે રીતે આશ્વાસન આપ્યું તેને લઈ શિવની હિંમત વધી અને જેને લઈ શિવને આશા બંધાઈ છે કે તે આવનારી ઓલમ્પિકની ગેમમા ચોક્કસ તે મેડલ મેળવી લાવશે.

જે લોકોના જીવનમાં વિઘ્ન આવતા હિંમત હારે છે, તેવા લોકોને શિવ કે જે હવે યુવાનીમાં પગ મૂક્યો છે, તેવો યુવાનોને સંદેશ આપી રહ્યો છે કે જે વ્યક્તિ મંજિલ પામવા માટે જે રસ્તા પર ચાલી પડયા હોય અને તેને રસ્તામા કાંટા મળે તો નાસીપાસ ન થતા મંજિલ પામવા માટે રસ્તો બદલી ધ્યેય સુધી પહોચવું જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">